સંસદ પરિસરમાં સનાતન સંસ્કૃતિ, ભગવા વસ્ત્રો અને સાધુ-સંતોના કથિત અપમાનને લઈને ભરૂચમાં સંત સમાજની રેલી

SHARE:

ભરૂચ,

સંસદ પરિસરમાં સનાતન સંસ્કૃતિ, ભગવા વસ્ત્રો અને સાધુ-સંતોના કથિત અપમાનના વિરોધમાં ગુરુવારે ભરૂચમાં સનાતન સંત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું.

સંસદ પરિસરમાં સનાતન સંસ્કૃતિ, ભગવા વસ્ત્રો અને સાધુ-સંતોના કથિત અપમાનના વિરોધમાં ગુરુવારે ભરૂચમાં સનાતન સંત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું.ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારો માંથી મોટી સંખ્યામાં સંતો અને શ્રદ્ધાળુઓ નર્મદા એપાર્ટમેન્ટ નજીક આવેલા સંકટ મોચન હનુમાન મંદિર ખાતે એકત્ર થયા હતા.ત્યારબાદ ત્યાંથી રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરી સુધી કૂચ કરવામાં આવી હતી.રેલી દરમ્યાન સંત સમાજના આગેવાનો અને શ્રદ્ધાળુઓએ સનાતન ધર્મના સમર્થનમાં તેમજ દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા બાદ જિલ્લા કલેક્ટરને સંબોધીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું,જે રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવાની માંગ કરવામાં આવી હતી.

આવેદનપત્રમાં સંત સમાજે આક્ષેપ કર્યો હતો કે સંસદ પરિસરમાં કેટલાક રાજકીય નેતાઓ દ્વારા કરવામાં આવેલા કથિત કૃત્યથી સનાતન ધર્મ, ભગવા વસ્ત્રો અને સાધુ-સંતોની પરંપરાનું અપમાન થયું છે, જેના કારણે કરોડો સનાતનીઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. રજૂઆતમાં રાજકીય લાભ માટે ભગવા વસ્ત્રોનો ઉપયોગ કરીને સંત સમાજની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો.

સંત સમાજે રજૂઆતમાં સંડોવાયેલા લોકો સામે ગંભીર કલમો હેઠળ એફઆઈઆર નોંધવાની,કડક કાનૂની કાર્યવાહી કરવાની તેમજ સંબંધિત સાંસદો સામે બંધારણીય જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.સાથે જ સંત સમાજ અને આશ્રમોને થયેલા કથિત આર્થિક નુકસાનની ભરપાઈ કરાવવાની પણ માંગ કરવામાં આવી હતી.

સંત સમાજના આગેવાનોએ ચેતવણી આપી હતી કે જો આ મુદ્દે તાત્કાલિક અને કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!