ભરૂચ આહીર સમાજના પ્રમુખ દિનેશ આહીરના જન્મદિવસ બાળકો સાથે ઉજવાયો

SHARE:

– કેક કટિંગ કરી વિદ્યાર્થીઓને નાસ્તો કરાવ્યો : કલરવ સ્કૂલમાં પણ જન્મદિવસની ઉજવણી : બાળકો સાથે ખુશીની પળો વહેંચી સેવાભાવનો સંદેશ

ભરૂચ,

ભરૂચ તાલુકાના ભોલાવ ગામની પ્રાથમિક શાળામાં આહીર સમાજના પ્રમુખ અને સામાજિક આગેવાન દિનેશભાઈ આહીરનો જન્મદિવસ અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો. જન્મદિવસની ઉજવણીને માત્ર પરિવાર કે મિત્રવર્તુળ પૂરતી સીમિત રાખવાને બદલે શાળાના બાળકો વચ્ચે ઉજવી દિનેશભાઈ આહીરે તેમની સાથે ખુશીની પળો વહેંચી હતી.

જન્મદિવસ નિમિત્તે શાળાના પરિસરમાં કેક કટિંગ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વિદ્યાર્થીઓએ દિનેશભાઈ આહીરને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ ગીતો રજૂ કરી ઉજવણીમાં ઉત્સાહ ઉમેર્યો હતો.બાળકો માટે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.કેક કટિંગ બાદ દિનેશભાઈ આહીરે વિદ્યાર્થીઓ સાથે સમય વિતાવ્યો હતો. બાળકો સાથે હળવાશભર્યા માહોલમાં જન્મદિવસની ઉજવણી થતાં વિદ્યાર્થીઓમાં પણ આનંદ જોવા મળ્યો હતો.જન્મદિવસને સામાજિક સેવા સાથે જોડીને બાળકો વચ્ચે ઉજવવાનો આ પ્રયાસ ઉપસ્થિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે પણ યાદગાર બન્યો હતો.

આ પ્રસંગે શાળાના આચાર્ય અનિલભાઈ ગોસાઈ સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આચાર્ય દ્વારા દિનેશભાઈ આહીરને જન્મદિવસની શુભેચ્છા પાઠવી તેઓ સમાજ અને બાળકોના હિત માટે આવી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સતત જોડાયેલા રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.

દરમ્યાન દિનેશભાઈ આહીરનો જન્મદિવસ ભરૂચની કલરવ સ્કૂલમાં પણ ઉજવવામાં આવ્યો હતો. અહીં પણ કેક કટિંગ સહિતના કાર્યક્રમ સાથે જન્મદિવસની ખુશી વહેંચવામાં આવી હતી.શાળાના બાળકો અને સ્ટાફની હાજરીમાં યોજાયેલી ઉજવણીથી સમગ્ર વાતાવરણમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ રીતે એક જ દિવસમાં અલગ-અલગ શૈક્ષણિક સંસ્થાઓમાં બાળકો સાથે જન્મદિવસની ખુશી વહેંચીને દિનેશભાઈ આહીરે ઉજવણીને સામાજિક જોડાણ સાથે સાંકળી હતી. તેમના આ પ્રયાસને શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત લોકોએ આવકારી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!