ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રા યોજાઈ

SHARE:

– વિવિધ સંસ્થાઓ, શાળાઓ, કોલેજ, પોલીસ વિભાગ સહિત શહેરીજનો જોડાયા 

ભરૂચ,

ભરૂચમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર અને યુવક સેવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી નીકળેલી આ યાત્રામાં દેશભક્તિ નો માહોલ છવાઈ ગયો હતો અને મોટી સંખ્યામાં નગરજનો રાષ્ટ્રધ્વજ સાથે જોડાયા હતા.

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડથી શરૂ થયેલી તિરંગા યાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ પાંચબત્તી અને રેલવે સ્ટેશન થઈ પરત હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી.યાત્રામાં લાંબો વિશાળ તિરંગો મુખ્ય આકર્ષણ બન્યો હતો.દેશભક્તિ ના ગીતો,ભારત માતાના જયઘોષ અને હાથમાં લહેરાતા તિરંગા સાથે સમગ્ર માર્ગો પર રાષ્ટ્રપ્રેમનો માહોલ જોવા મળ્યો હતો.યાત્રામાં પરંપરાગત બેન્ડ અને સિદ્દી નૃત્યે પણ ઉપસ્થિત લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું.શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, પોલીસ જવાનો, સરકારી કર્મચારીઓ, રાજકીય આગેવાનો-કાર્યકરો સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.આ પ્રસંગે કલેક્ટર ડૉ.નવનાથ ગવ્હાણે,જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા,ધારાસભ્યો રમેશ મિસ્ત્રી અને અરુણસિંહ રણા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી,મહામંત્રી પરેશ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

તિરંગા યાત્રા માત્ર ઉજવણી પૂરતી સીમિત ન રહેતા દેશપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા નો સંદેશ આપતી બની હતી. ભરૂચના રસ્તાઓ પર લહેરાતા તિરંગા અને ગુંજતા દેશભક્તિના નાદ વચ્ચે નગરજનોએ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને યાદગાર બનાવી હતી.

 

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!