(સલીમ કડુજી,નબીપુર)
ભરૂચ જિલ્લાના નબીપુર ગામે આવેલ સૂફી સંત હજરત પીર ખોજનદીશા બાવાનો વાર્ષિક ઉર્ષ આજરોજ ઉજવાય રહ્યો છે. જેના ભાગ રૂપે ગઈકાલે રાત્રે સંદલ શરીફ ની વિધિ કરાઈ હતી. સંદલ નબીપુરના દાવલશા સ્ટ્રીટ માંથી નીકળી ગામના મુખ્યમાર્ગો પર ફરી દરગાહના સંકુલમાં પહોંચ્યો હતો. જ્યા વિશેષ મહેમાનો અને સર્વધર્મ ના ભાવિકો ઉપસ્થિત હતા. સંદલનીવિધિ અતિથિ વિશેષ મહેમાનો સમસાદબાવા શીનોરવાળા, પેટલાદવાળા બાવા, નબીપુર જુમ્મા મસ્જિદના પેશ ઇમામ તથા આમન્ટ્રીતોની હાજરીમાં પુરી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભક્તોનું પુર ઉભરાયું હતું જેમાં હિન્દૂ મુસ્લિમ તમામ સમાજના ભક્તો હાજર રહયા હતા. સંદલની વિધિ સાદાઈ પૂર્વક પુરી કરવામાં આવી હતી.સંદલની પુર્ણાહુતી દુઆઓથી કરવામાં આવી હતી. જેમાં વિશ્વમાં અમન અને ભાઈચારો બની રહે અને ભારતભરમાં સર્વધર્મ પ્રત્યે એકબીજામાં ભાઈચારો અને એકતા કાયમ રહે તેની દુઆ કરવામાં આવી હતી. સંદલની વિધિ પુરી થયા બાદ દરગાહના સંકુલમાં મહેફિલે શમાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમા બહોળા પ્રમાણમાં ભક્તોએ હાજરી આપી હતી.




