શ્રાવણ માસને લઈને સ્તંભેશ્વર મહાદેવ ખાતે તૈયારીઓ પૂર્ણ : ભક્તોનું કીડિયારું દર્શનાર્થે ઉમટશે

SHARE:

ભરૂચ,

જંબુસરના કાવી-કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ તીર્થ ખાતે શ્રાવણ માસની તડામાર તૈયારીઓ હાથ ધરવામા આવી છે.

આગામી 13 ઑગસ્ટ 2026, ગુરુવારે મઘા નક્ષત્રથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે,ત્યારે શિવભક્તોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શ્રાવણ માસ એટલે ભગવાન ભોળાનાથને રિઝવવાનો પવિત્ર અવસર છે. આ શ્રાવણ માસ શિવને અતિ પ્રિય માસ છે.આ દરમ્યાન શિવભક્તો બિલિપત્ર, કાળા તલ, પુષ્પ સહિતના દ્રવ્યોથી પૂજા-પાઠ કરી, એકટાણું ઉપવાસ કરી અને ધન્યતા અનુભવે છે.

મંદિરના અધિષ્ઠાતા પૂ.શ્રી વિદ્યાનંદજી મહારાજ દ્વારા ભાવિક ભક્તોને સરળતાથી દર્શન-પૂજનનો લાભ મળે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.દર વર્ષે શ્રાવણ માસમાં ભક્તોનું કીડિયારું સ્તંભેશ્વર મહાદેવ તીર્થે ઉમટી પડે છે. પરંતુ મંદિર દ્વારા કરાતા આયોજનના કારણે તમામ ભક્તો સુગમતાથી મહાદેવના દર્શન કરે છે. મહીસાગર સંગમ તીર્થ જેવી આ પાવનભૂમિ પર ભગવાન શંકરના પરાક્રમી પુત્ર કાર્તિકેય સ્વામી દ્વારા સ્થાપિત આ શિવલિંગના દર્શન માત્રથી મનુષ્ય આધી, વ્યાધી અને ઉપાધિમાંથી મુક્ત થાય છે અને તેની સઘળી મનોકામનાઓ પૂર્ણ થાય છે તેવી શ્રાદ્ધા પ્રવર્તે છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!