જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક : પશુનું મારણ કરતા ગ્રામજનોમાં ભય

SHARE:

ભરૂચ,

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલા ડાભા ગામે દીપડાનો ભયાનક આંતક યથાવત જોવા મળી રહ્યો છે. માત્ર એક જ અઠવાડિયાના ટૂંકા ગાળામાં દીપડા દ્વારા પશુનું મારણ કરવાની આ બીજી ઘટના સામે આવી છે.ગામમાં રહેતા મુસ્તાક મુલતાનીના તબેલામાં રાત્રિના સમયે ઘૂસેલા દીપડાએ માલધારીના પાડાના બચ્ચા પર ત્રાટકીને તેને દબોચી લીધું હતું અને ફાડી ખાઈને તેનું કરુણ મારણ કર્યું હતું.

ઘટના બાદ આસપાસના ખેતરોમાં તપાસ કરતા દીપડાના સ્પષ્ટ પંજાના નિશાન જોવા મળ્યા હતા. નોંધનીય છે કે, માત્ર બે દિવસ પહેલાં જ ડાભા ગામની બિલકુલ બાજુમાં આવેલા સારોદ ગામની સીમમાં પણ દીપડો મુક્તપણે વિચરતો જોવા મળ્યો હતો. સીમ વિસ્તાર બાદ હવે ગામના તબેલા સુધી દીપડો આવી પહોંચતાં સમગ્ર પંથકના ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે ફાળ પડી છે અને ભયનો માહોલ વ્યાપી ગયો છે.

ડાભા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સતત દીપડાના વધી રહેલા આંટાફેરા તેમજ પશુઓ પર થઈ રહેલા હુમલાઓને પગલે સ્થાનિકો પોતાની સુરક્ષાને લઈને ભારે ચિંતિત બન્યા છે.સીમમાં કામ કરતા ખેડૂતો અને રાત્રિના સમયે ખેતરે જતા ગ્રામજનોનું જીવન જોખમમાં મુકાયું છે.આથી વન વિભાગ દ્વારા વિલંબ કર્યા વગર ત્વરિત ધોરણે પાંજરું ગોઠવીને આ આદમખોર દીપડાને પાંજરે પૂરવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!