અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસેની મલ્ટિપ્લેક્સમાં ચાલુ શો દરમ્યાન પ્રોજેક્ટર રૂમમાં આગ

SHARE:

– થિયેટરની અંદર બે કર્મચારી ફસાયા હોવાની માહિતી મળતા રેસ્ક્યુ કરાયું 

ભરૂચ,

અંકલેશ્વરમાં કાપોદ્રા પાટિયા પાસે આવેલા એપલ પ્લાઝા શોપિંગ સેન્ટરના ત્રીજા માળે આવેલા રાજહંસ મલ્ટિપ્લેક્સ સિનેમામાં રાત્રિના સમયે અચાનક વિકરાળ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

અંકલેશ્વરન કાપોદ્રા પાટિયા પાસે આવેલ એપલ પ્લાઝા શોપિંગમાં ત્રીજા માળે આવેલ રાજહંસ મલ્ટીપ્લેક્સમાં ગત રાત્રીએ ચાલુ શો દરમ્યાન થિયેટરના પ્રોજેક્ટર રૂમના પાછળના ભાગે આવેલી ઈલેક્ટ્રિકલ લાઈનમાં આગ લાગી હતી જે બાદ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

આગની જાણ થતાં અંકલેશ્વર ડીપીએમસીના કર્મચારીઓ તેમજ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથધર્યા હતા.આગ એટલી વિકરાળ હતી કે તેને કાબૂમાં લેવા માટે ત્રણથી ચાર જેટલા ફાયર બ્રિગેડના વાહનોની મદદ લેવી પડી હતી. આગના ધુમાડાના ગોટેગોટા દૂર સુધી નજરે પડતા હતા.

વિકરાળ આગના કારણે થિયેટરની અંદરની ખુરશીઓ, પડદા સહિતની અનેક વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી અને સમગ્ર સિનેમા હોલને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.આ દરમ્યાન રાજહંસ સિનેમાના બે જેટલા કર્મચારીઓ થિયેટરની અંદર ફસાયા હોવાની માહિતી મળતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.રાજહંસના કર્મચારીઓ તેમજ અંકલેશ્વર જીઆઈડીસી ડીપીએમસીના કર્મચારીઓની મદદથી બંને કર્મચારીઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

સદ્દનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હોવાનું જાણવા મળી રહ્યું છે.ઘટનાની જાણ થતાં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ અને ઈમરજન્સી સેવા પણ ઘટનાસ્થળે પહોંચી હતી.અંકલેશ્વર જીઆઈડીસી પોલીસના પી.આઈ. તેમજ અંકલેશ્વરના ડીવાયએસપી કુશલ ઓઝા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી હતી.

હાલ આગ પર કાબૂ મેળવ્યા બાદ આગ લાગવાનું ચોક્કસ કારણ અને થયેલા નુકસાન અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!