નર્મદા જિલ્લાકક્ષાના ૮૦માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં સાગબારાની નવરચના હાઈસ્કૂલના મેદાન ખાતે યોજાશે 

SHARE:

– જિલ્લા કલેકટર ગંગાસિંઘની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ યોજાયું

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

આઝાદીના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત જિલ્લાકક્ષાની ઉજવણી ૧૫ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ સાગબારા તાલુકાની નવરચના હાઈસ્કૂલના મેદાન ખાતે ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રીતેમજ નર્મદા જિલ્લાના પ્રભારીમંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં યોજાનાર છે.આ ઉજવણીને અનુલક્ષીને આજે જિલ્લા કલેકટર ગંગાસિંઘની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ યોજાયું હતું.રિહર્સલ દરમ્યાન પોલીસ દળ દ્વારા પરેડ, વોલી ફાયરિંગ,માર્ગ સલામતી અંગેની પ્રતિજ્ઞા તથા જાગૃતિ નાટકનું નિદર્શન કરવામાં આવ્યું હતું.ઉપરાંત સાગબારા તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ થનારા દેશભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

કલેકટર ગંગાસિંઘે કાર્યક્રમની તમામ વ્યવસ્થાઓની સમીક્ષા કરી સંબંધિત વિભાગોના અધિકારીઓને કાર્યક્રમ સુચારુ,ભવ્ય અને ગૌરવપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!