ભરૂચ જિલ્લાકક્ષાના ૮૦માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રફુલ પાનસેરીયાની ઉપસ્થિતિમાં ઝઘડીયાના સેન્ટ ઝેવિર્યસ હાઈસ્કૂલના મિશન ગ્રાઉન્ટ ખાતે યોજાશે

SHARE:

– નિવાસી અધિક કલેક્ટર આર.બી.ભોગાયતાએ રિહર્સલનું નિરીક્ષણ કરી લગત વિભાગોને જરૂરી સૂચનો આપ્યા

ભરૂચ,

આઝાદીના ૮૦માં સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત જિલ્લાકક્ષાની ઉજવણી ૧૫ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ ઝઘડીયા તાલુકાની સેન્ટ ઝેવિર્યસ હાઈસ્કૂલના મિશન ગ્રાઉન્ટ ખાતે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર અને તબીબી શિક્ષણ (સ્વતંત્ર હવાલો) રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયા તેમજ ભરૂચ જિલ્લાના પ્રભારીમંત્રીની ઉપસ્થિતિમાં યોજાનાર છે.આ ઉજવણીને અનુલક્ષીને આજે નિવાસી અધિક કલેક્ટર આર.બી.ભોગાયતાની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ યોજાયું હતું.

રિહર્સલ દરમ્યાન ધ્વજવંદન,પરેડ,સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાનુભાવોના આગમન સહિતની વિવિધ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.કલેકટરે સંબંધિત વિભાગોના અધિકારીઓને કાર્યક્રમની તમામ તૈયારીઓ સમયસર અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા સૂચના આપી હતી.ઉપરાંત ઝઘડીયા તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ થનારા દેશભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.નિવાસી અધિક કલેક્ટર આર.બી.ભોગાયતાએ કાર્યક્રમની તમામ વ્યવસ્થાઓની સમીક્ષા કરી સંબંધિત વિભાગોના અધિકારીઓને કાર્યક્રમ સુચારુ,ભવ્ય અને ગૌરવપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા.આ પ્રસંગે નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક અજય મિણા,ઝઘડીયા પ્રાંત અધિકારી સહિત જિલ્લાના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!