ભરૂચમાં કોંગ્રેસની વિરોધ રેલી યોજાઈ તે પહેલા જ પોલીસે અટકાવી આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરતા આક્રોશ

SHARE:

ભરૂચ,

ભરૂચ ઉત્તરાખંડમાં કોંગ્રેસ પક્ષ દ્વારા યોજાયેલી રેલીના સ્થળે કેટલાક સંગઠનો દ્વારા શુદ્ધિકરણ વિધિ કરવામાં આવી હોવાના વિરોધમાં આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ રેલી યોજતા પોલીસે આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી.

ભરૂચ ઉત્તરાખંડમાં કોંગ્રેસ પક્ષ દ્વારા યોજાયેલી રેલીના સ્થળે કેટલાક સંગઠનો દ્વારા શુદ્ધિકરણ વિધિ કરવામાં આવી હોવાના વિરોધમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાના અધ્યક્ષસ્થાને કોંગ્રેસ કાર્યાલયથી ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધી શાંતિપૂર્ણ રીતે રેલી યોજવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જોકે કોંગ્રેસ કાર્યાલયથી રેલી શરૂ થાય તે પહેલાં જ પોલીસ દ્વારા કાર્યકરોને અટકાવવામાં આવ્યા હતા.કોંગ્રેસ કાર્યાલયથી માત્ર 100 મીટરના અંતરે જ પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી.પોલીસની કાર્યવાહીને લઈને કોંગ્રેસ કાર્યકરોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે અમે શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરીએ છીએ ત્યારે પણ પોલીસ દ્વારા અમને અટકાવવામાં આવે છે.જે બંધારણીય અધિકારોનું અપમાન છે.

આ વિરોધ કાર્યક્રમ દરમ્યાન ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી,ભરૂચ તાલુકા પ્રમુખ મકબુલ અભલી,નગરપાલિકાના ચૂંટાયેલા સભ્ય હેમેન્દ્ર કોઠીવાલા,જીગ્નેશ બ્રહ્મભટ્ટ, ઝુબેર પટેલ,ઈરફાન પટેલ,દિના ખુમાણ,જીલ્લા મહિલા પ્રમુખ જ્યોતિ તડવી, શહેર મહિલા પ્રમુખ હુસૈનાબાનું, ફરીદા પટેલ સહિતના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.કોંગ્રેસે પોલીસની કાર્યવાહીને લઈને વિરોધ નોંધાવી બંધારણીય રીતે શાંતિપૂર્ણ વિરોધ કરવાનો અધિકાર જાળવી રાખવાની માંગ કરી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!