પવિત્ર શ્રાવણ મહિનામાં પ્રથમ સોમવારે ભાલોદ ગામે આવેલા શિવાલયો‌ હર-હર મહાદેવના નાદથી ગૂંજ્યા

SHARE:

– ભક્તોએ દૂધ, દહીં, મધ અને ગંગાજળથી મહાદેવનો અભિષેક કર્યો

(ભાવેશ પંડ્યા,ભાલોદ) 

શ્રાવણ માસ ના પ્રથમ સોમવારે શિવાલયોમાં ઓમ નમ: શિવાય’ના નાદ સાથે ભક્તોએ પૂજા અર્ચના કરી હતી.ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામે નર્મદા નદી કિનારે આવેલા પૌરાણિક

મોક્ષનાથ મહાદેવ,રામનાથ મહાદેવ અને કાશી વિશ્વનાથ મહાદેવ. ના શિવ મંદિરો માં ભક્તોએ બિલીપત્ર, દૂધ, દહીં, મધ અને ગંગાજળથી મહાદેવનો અભિષેક કર્યો હતો.

પવિત્ર માસનું અનેરું મહત્વ છે.શ્રાવણ મહિનો ભગવાન શિવની આરાધના માટે જાણીતો છે,ત્યારે ભાલોદ ગામ‌ના શિવાલયોમાં આજે પ્રથમ સોમવારે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી.પૌરાણિક મંદીર એવા મોક્ષનાથ મહાદેવ, રામનાથ મહાદેવ અને કાશી વિશ્વનાથ મહાદેવ સહીતના શિવ મંદિરો માં સવાર થી જ ભક્તો ની ભીડ જામી હતી.જ્યાં ઓમ નમ: શિવાય’ના નાદ સાથે ભક્તો એ કરી પૂજા અર્ચના કરી હતી ભક્તોએ શ્રાવણ માસના પવિત્ર સોમવારે મહાદેવના દર્શનકરી બિલીપત્ર, દૂધ, દહીં, મધ અને ગંગાજળ તથા પંચામૃત અને ધંતુરાના ફુલોથી મહાદેવનો અભિષેક કરીપૂજા અર્ચના કરીભગવાન શિવના દર્શન કરીને ભકતજનોએ ધન્યતા અનુભવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!