સાગબારા જંગલ જમીન ખેડાણ માટેના ધારણા પ્રદર્શનનાં 10 મો દિવસે પણ ખેડૂતોનો પ્રશ્ન યથાવત

SHARE:

– લીલાબેન વસાવા દસ દિવસથી અન્ન જળનો ત્યાગ કરીને ધારણા પર બેઠા છે 

– અહીં મચ્છરો ખૂબ છે તેથી ઢોરો તથા ખેડૂતો પણ બીમાર પડી રહ્યા છે ઢોર ડોક્ટરની પણ કોઈ વ્યવસ્થા નથી : જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

સાગબારા જંગલ જમીન ખેડાણ માટેના ધારણા પ્રદર્શનનાં 10 મો દિવસે પણ ખેડૂતોનો પ્રશ્ન યથાવત રહ્યો હતો.ખેડૂત મહિલા આગેવાન લીલાબેન વસાવા સહીત ખેડૂતો દસ દિવસથી અન્ન જળનો ત્યાગ કરીને ધારણા પર બેઠા છે.ખેડૂતોનાં જણાવ્યા અનુસાર કલેક્ટરને 10 તારીખે આવેદનપત્ર આપી ચૂક્યા છે છતાં તંત્ર અહીં જોવા પણ આવ્યું નથી. દુઃખની વાત છે એ છે કે કોઈ આરોગ્યની મેડિકલ ની ટીમ કે કોઈ તંત્રના અધિકારી અહીં જોવા કે મેડિકલ તપાસવા પણ આવ્યું નથી.અન્નજળનો ત્યાગ કરનાર લીલાબેન ની ખબર લેવા કોઈ આરોગ્ય વિભાગ ફરક્યું પણ નથી.અમારા ઢોર ખુલ્લામાં વરસાદમાં બાંધેલા છે એ રાત્રે ચિત્તા દેખાય છે વીંછી નીકળે છે તેથી ખેડૂતોમાં ભયનો માહોલ છે.અહીં મચ્છરો ખૂબ છે તેથી ઢોરો તથા ખેડૂતો પણ બીમાર પડી રહ્યા છે. ઢોર ડોક્ટરની પણ કોઈ વ્યવસ્થા નથી.આરોગ્ય વિભાગની ટીમ ટ્રીટમેન્ટ માટે દેખાતી પણ નથી.માનવતા મરી પરવારી છે.

ખેડૂતોનાં જણાવ્યા અનુસાર 2002 થી આ જમીન અમે ખેડીએ છીએ અને 2025થી વન વિભાગ અમને ખેડાણ કરતાં રોકે છે.આજે ઉમરપાડા ના ખેડૂતો અમારો વિરોધ કરે છે જ્યારે અમે ખેડતા હતા ત્યારે આ લોકો ક્યાં ગયા હતા? 2002માં ત્યારે જંગલ ખાતું ક્યાં હતું?આજે અમને ખેડતા 20.22 વર્ષ થઈ ગયા તો અત્યારે વન વિભાગ અમને કેમ અટકાવે છે?આદિવાસી નેતાઓ અમારા સમર્થનમાં આવે પણ અમારી સાથે ઝઘડો ના કરાવે એવી વિનંતી છે.જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશેએમ ખેડૂતો જણાવે છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!