નર્મદાના ઝરણાવાડી ગામેથી SOU પોલીસ સ્ટેશન દ્વારા 18.75 લાખનો સુકો – લીલો ગાંજો ઝડપી પાડ્યો

SHARE:

– મકાનમાં સુકો ગાંજો 5 કિલો મળ્યો જેની કિંમત રૂપિયા 2.50 લાખ તો ખેતરમાં વાવેતર કરેલ લીલા ગાંજાના 357 મોટા છોડ મળ્યા

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

નર્મદા જિલ્લાના જંગલ વિસ્તાર માંથી નશીલા પદાર્થ ગાંજો મોટી માત્રામાં ઝડપાયો છે.ઝરણાવાડી ગામે થી SOU પોલીસ સ્ટેશન દ્વારા 18.75 લાખનો સુકો અને લીલો ગાંજો ઝડપી પાડ્યોછે.

નર્મદા પોલીસ અધીક્ષક વિશાખા ડાબરાલની જિલ્લાને નશમુક્ત કરવાનો અભિયાનશરૂ કર્યું છે ત્યારે એકતાનગર પોલીસ  સ્ટેશન ના પી.આઈ વી.કે.ગઢવી અને તેમની ટીમ  મોટી સફળતા મળી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઝરવાણી ગામના પીપળી ખેતર ફળીયામાં રહેતા ગેલાભાઈ ભંગડાભાઈ તડવીના ઘર માંથી મોટો જથ્થો મળી આવ્યો છે.આ મકાનમાં સુકો ગાંજો 5 કિલો મળ્યો જેની કિંમત રૂપિયા 2.50 લાખ થાય છે.આ ખેતરમાં વાવેતર કરેલ લીલા ગાંજાના 357 મોટા છોડ મળ્યા છે.લીલા ગાંજાનું વજન 32 કીલો 500 ગ્રામ છે.જેની કુલ કિંમત રૂપિયા 16.25 લાખ થાય છે.જયારે લીલો અને સૂકો માદક પદાર્થ ગાંજો 37 કીલો 500 ગ્રામ જેટલો ઝડપાયો છે.જેની કુલ ગાંજો કિંમત રૂપિયા 18.75 નો મુદ્દામાલ  SOU સલામતી પોલીસ સ્ટેશને ઝડપી પાડ્યો છે અને NDPS ACT મુજબ નો ગુનો રજીસ્ટર કરી 70 વર્ષીય ગોપાલ તડવી સામે કાર્યવાહી હાથધરી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!