રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે આમોદ કોંગ્રેસ દ્વારા આરોગ્ય કેન્દ્રના દર્દીઓને ફળ વિતરણ કરાયું

SHARE:

ભરૂચ,

આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા અને પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે આમોદ શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓને ફળનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી, આમોદ નગરપાલિકાના પ્રમુખ મહેન્દ્ર દેસાઈ, ઉપપ્રમુખ સાજીદઅલી રાણા, કારોબારી અધ્યક્ષ ઉમેશ પંડ્યા, તાલુકા પંચાયતના સદસ્ય ચિંતન પટેલ, મહેબૂબ કાકુજી, મહિલા આગેવાન ધનુબેન રાણા સહિતના આગેવાનો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને દર્દીઓને ફળ આપી તેમના આરોગ્ય અંગે ખબર-અંતર પૂછ્યા હતા.કોંગ્રેસના આગેવાનોએ દર્દીઓ સાથે આત્મીયતાથી વાતચીત કરી તેમની સારવાર અંગે માહિતી મેળવી હતી તેમજ તેઓ વહેલી તકે સ્વસ્થ થઈ પોતાના પરિવારજનો સાથે પરત ફરે તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી.આરોગ્ય કેન્દ્રના દર્દીઓ માટે ફળ વિતરણના આ સેવાકીય કાર્યક્રમથી દર્દીઓમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!