ઝઘડિયા જીઆઈડીસીની નાઈટ્રેક્સ કંપની બહાર પાર્ક કરેલ કંપનીના કામદારની મોટર સાયકલની ચોરી

SHARE:

– કંપનીમાં કામે આવતા કામદારોની વાહનો સલામત રીતે પાર્ક કરાય તે માટે સંચાલકો પાર્કિંગ વ્યવસ્થા કેમ નથી આપતા?

(જ્યશીલ પટેલ, ઝઘડીયા)

ઝઘડિયા પંથકમાં ફરીએકવાર વાહનચોર ટોળકી સક્રિય થઈ હોય એમ ઝઘડિયા જીઆઇડીસીની નાઇટ્રેક્ષ કંપની બહાર પાર્ક કરીને મુકેલ કંપનીના કામદારની મોટરસાયકલની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી હતી.

ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથક માંથી મળતી વિગતો મુજબ વાલિયા તાલુકાના ડણસોલી ગામે રહેતો રૂષિક રમેશભાઈ વસાવા નામનો ૨૪ વર્ષીય યુવક ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ નાઈટ્રેકસ કંપનીમાં હેલ્પર તરીકે નોકરી કરે છે.ગત તા. ૧૧ મીના રોજ રૂષિક મોટરસાયકલ લઇને જીઆઇડીસીમાં રાતપાલીમાં નોકરીએ આવ્યો હતો. રૂષિકે તેની મોટરસાયકલ રાતના સાડા નવ વાગ્યાના અરસામાં નાઈટ્રેકસ કંપનીના ગેટ બહાર ખુલ્લી જગ્યામાં પાર્ક કરીને મુકી હતી અને ત્યાર બાદ તે કંપનીમાં ગયો હતો.નોકરી પુરી કરીને રૂષિક સવારે છ વાગ્યે કંપની બહાર આવ્યો ત્યારે મોટરસાયકલ જ્યાં પાર્ક કરીને મુકી હતી ત્યાં ન હતી.કંપનીના સિક્યુરિટી કર્મચારીને આ બાબતે પુછતા તેણે મોટરસાયકલ ખબર નથી એમ જણાવ્યું હતું.રૂષિકે મોટરસાયકલની તપાસ કરવા છતાં મોટરસાયકલની કોઈ ભાળ મળી ન હતી,તેથી મોટરસાયકલની ચોરી થઈ હોવાની ખાતરી થઈ હતી.મોટરસાયકલ ચોરીની આ ઘટના બાબતે ચોરીનો ભોગ બનનાર રૂષિક રમેશભાઈ વસાવા રહે.ડણસોલી તા.વાલિયા, જી.ભરૂચનાએ મોટરસાયકલ ચોરી જનાર અજાણ્યા વાહનચોર વિરુધ્ધ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી.

ઉલ્લેખનીય છે ઝઘડિયા જીઆઈડીસીની ઘણી કંપનીઓમાં કામ કરતા કામદારો મોટરસાયકલો લઈને આવતા હોય છે.મોટા ભાગની કંપનીઓ બહારના છુટક કામદારોએ ખુલ્લામાં મોટરસાયકલ પાર્ક કરવી પડતી હોય છે.સામાન્ય રીતે કંપનીમાં કામે આવતા કામદારોના વાહનોના સલામત પાર્કિંગ માટે કંપની સંચાલકોએ પાર્કિંગ વ્યવસ્થા આપવી જોઈએ,જેથી ખુલ્લામાં મોટરસાયકલ પાર્ક કરવાની નોબત ના આવે અને કંપનીના ગરીબ કામદારો સલામત રીતે તેમની મોટરસાયકલો પાર્ક કરી શકે.જેથી વાહનોની ચોરીના બનાવ અટકી શકે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!