જીતનગર ખાતે આવેલ નંદીકેશ્વર મહાદેવના મંદિરે ચિંતામણી પાર્થેશ્વર શિવલીંગનું પૂજન

SHARE:

– દરરોજના 4500 અને શ્રાવણ માસ દરમ્યાન સવા લાખ ચિંતામણી પાર્થેશ્વર શિવલીંગ બનાવતા નાંદેરી બ્રાહ્મણો

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

નર્મદા જિલ્લાના જીતનગર ખાતે આવેલ નંદીકેશ્વર મહાદેવનું આ મન્દિર 450 વર્ષ પુરાણું મંદિર છે.અહીં નાંદેરા બ્રાહ્મણોની કૂળ દેવી હોવાથી ઉજ્જૈન થી બ્રાહ્મણો અહીં પૂજા દર્શન અનુષ્ઠાન માટે આવે છે.ખાસ કરીને શ્રાવણ માં ભક્તોની અહીં ભારે ભીડ જામે છે.અહીં ભક્તોનીદરેક મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે.અહીં દરરોજના 4500 અને શ્રાવણ માસ દરમ્યાન સવા લાખ ચિંતામણી પાર્થેશ્વર શિવલીંગઉજ્જેનના નાંદેરાના બ્રાહમણો બનાવતા આવ્યા છે.જેનું વિશેષ પૂજન અર્ચન થાય છે.

એ ઉપરાંત અહીંયા બધા યજમાનોનો સંકલ્પ જેવાકે ધન ધાન્ય, વ્યવસાય, સંતતિ માટેના જે સંકલ્પો હોય છે તેની પૂર્તિ માટે યજમાનો ઉજ્જેનથી બ્રાહ્મણો અહીં આવે છે અને સવા લાખ ચિંતામણી પાર્થેશ્વર ના શિવલિંગ બનાવી તેનું પૂજન કરી સંકલ્પો પુરા કરાય છે.શ્રાવણ માસ માં અહીં પાર્થેશ્વર ના શિવલિંગનું વિધિવત પૂજન થાય છે આ મંદિરમા દરરોજ નિત્ય પાર્થેશ્વર ચિંતામણીની અહીં પૂજા ખાસ થાય છે.શ્રાવણ માસ દરમ્યાન દરરોજના 4500 ચિંતામણી પાર્થેશ્વર શિવલિંગ બનાવી સાત દિવસના જુદા જુદા યંત્રો બનાવીને તેને સાંજે દરરોજ નદીમા વિસર્જન કરવામાં આવે છે. શાસ્ત્રોમા ચિંતામણી પાર્થેશ્વર શિવલીંગનાપૂજનનુ વિશેષ ધર્મિક મહત્વ છે.આ યંત્ર પૂજનથી મનોવાંછીત ફળ મળે છે.પાર્વતિ માતા જ્યારેજંગલમાં હતા ત્યારે એ મહાદેવનું ધ્યાન અને આરાધના કરવા પાર્થેશ્વર શિવલીંગનુ પૂજનએમણે કર્યુ હતુ.એજ પ્રમાણે ભગવાન રામે પણ રેતી, માટી માંથી પાર્થેશ્વર શિવલીંગ બનાવીની મહાદેવનું પૂજન કર્યું હતું, આ પૂજનથી ઝડપી ફળ મળે છે,હાલ કળિયુગમાં ભક્તો ધન સંતાન  નોકરી તેમજ અન્ય બાધાઓ,માનતા પુરી કરવા આ પ્રકારનાશિવલીગ બનાવી શ્રવાણ માસમા દર્શન પૂજન કરીધન્યતા અનુભવે છે.બ્રાહ્મણો તેનું બીલી પત્ર, ફૂલ, જળ અને દૂધથી અભિષેક કરી મંત્રોચ્ચાર સાથે પૂજન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!