ઝઘડિયા ચોકડી પર પદયાત્રીઓના સેવા મંડપ પર હોબાળો : ગાળો ભાંડી મંડપ સળગાવી દેવાની ધમકી આપનાર ૨ ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધાયો

SHARE:

– પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન ગુમાનદેવ મંદિરે પગપાળા યાત્રાએ જતા પદયાત્રીઓની સેવા માટે મંડપ બાંધી ચા પાણીનું આયોજન કરાયું હતું

(જ્યશીલ પટેલ, ઝઘડિયા)

 ​પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન ગુમાનદેવ મંદિરે જતાં દર્શનાર્થીઓ અને પદયાત્રીઓ માટે ચા-પાણીની સેવા આપવા ઉભા કરાયેલા સેવા મંડપ પર અચાનક આવી પહોંચેલા બે સ્થાનિક શખ્સોએ ભારે હોબાળો મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. આરોપીઓએ સેવાભાવી યુવાનોને અશ્લીલ ગાળો આપી મંડપ સળગાવી દેવાની તથા સ્થાનિક નેતાને પતાવી દેવાની ધમકી આપતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.આ મામલે ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં બે શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે. ​

પ્રાપ્ત વિગતો અનુસાર શ્રાવણ મહિના નિમિત્તે દુર-દુરથી ગુમાનદેવ મંદિરે દર્શનાર્થે આવતા પદયાત્રીઓની સેવા માટે ઝઘડિયા ચોકડી ખાતે ગામના લોકોએ ભેગા મળી ચા-પાણી માટે સેવા કેન્દ્ર શરૂ કર્યું હતું. સાંજના આશરે ૫:૪૫ વાગ્યાના અરસામાં સેવાભાવી યુવાનો મંડપમાં કામ કરી રહ્યા હતા.ત્યારે ગામના બ્રિજેશ ચંદુભાઈ વસાવા (રહે.ભંડારીની ચાલ) અને ભરતભાઈ નગીનભાઈ ચૌહાણ (રહે. રોહિત ફળિયું) મોટર સાઈ 

કલ પર ત્યાં ધસી આવ્યા હતા. આરોપી બ્રિજેશ વસાવાએ ત્યાં હાજર યુવાનોને મા-બેન સમાણી બિભત્સ ગાળો આપી આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે, “ભાજ પવાળા લુખ્ખા છે, ખાલી દેખાવ કરે છે”. વધુમાં તેણે ધમકી આપતા જણાવ્યું હતું કે, “જો કરણસિંહ પરમાર (લાલકો) અહીં આવશે તો તેને હું પતાવી જ દઈશ અને તમારો મંડપ સળગાવી દઈશ.”

આ દરમમ્યાન તેની સાથે આવેલ ભરત ચૌહાણે પણ ગાળા ગાળી કરી ગુનામાં સાથ આપ્યો હતો.ધમકી આપ્યા બાદ બંને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.ધાર્મિક પ્રસંગે અને પદયાત્રીઓની સેવા કાર્ય દરમ્યાન ગામનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરાતા ઝઘડિયા નરહરિની ચાલ ખાતે રહેતા ચંદુભાઈ શંકરભાઈ વસાવાએ ઝઘડિયા પોલીસ મથકે ઉપરોક્ત બન્ને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.

 

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!