ભરૂચ શહેર અને જીલ્લો ગોકુળ આઠમે રાત્રીના ૧૨ના ટકોરે નંદ ઘેરા આનંદ ભર્યો જય કનૈયા લાલ કી ના નાદથી ગુંજી ઉઠ્યો

SHARE:

– મેઘરાજાના સ્થાપના સ્થળે અને શક્તિનાથ ખાતે દહીં હાંડીનું આયોજન કરવામાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું

– ભરૂચ શહેરની વિવિધ સોસાયટી વિસ્તાર અને પોતાના ઘરોમાં પણ કાનુડાને પારણે ઝુલાવી જન્માષ્ટમીપર્વની ઉજવણી કરી

ભરૂચ,

ભરૂચ શહેર અને જીલ્લામાં કાનુડાના જન્મ દિવસની ઉજવણી ભક્તિ ભાવપૂર્વક કરવામાં આવી હતી.સોસાયટી,શેરી અને ગલીએ ગલીએ દંહી હાંડી સહિત કાનુડાને પારણે ઝુલાવવા તેમજ મેઘરાજાના સ્થાપના સ્થળે અને શક્તિનાથ ખાતે હજારોની સંખ્યામાં ભક્તોની વચ્ચે મટકી ફોડ કાર્યક્રમ યોજવામાં આવતા ભરૂચ જીલ્લામાં મોડી રાત્રી સુધી નંદ ઘેરા આનંદ ભર્યો જય કનૈયા લાલ કીના નાદથી વાતાવરણ ધાર્મિક બન્યું હતું.

ગોકુળઅષ્ટમી પર્વની ઉજવણી કરવા માટે સવારથી જ ભક્તોમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો.ભરૂચ શહેર અને જીલ્લામાં સોસાયટી વિસ્તાર અને શેરીએ શેરીએ તેમજ ગલીએ ગલીએ યુવક મંડળો દ્વારા પણ દહીં હાંડી સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં મટકી ફોડ સહીત કાનુડાને પારણે ઝુલાવવા સાથે ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને સોસાયટીના રહીશોએ પણ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.ભકતોએ પોતાના ઘરમાં પણ કાનુડાને જુલે જુલાવી કાનુડાના જન્મદિવસની ઉજવણી કરવા સાથેજન્માષ્ટમીપર્વ ભક્તિ ભાવપૂર્વક મનાવવામાં આવ્યો હતો.

ભરૂચના સોનેરી મહેલ ખાતે યોજાયેલ મેઘમેળામાં પણ મેઘરાજાના સ્થાપના સ્થળ અને ઘોઘારાવ મંદિરના પટાંગણમાં દહી હાંડી મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોડી રાત્રીએ ૧૨ ના ટકોરે હજારોની સંખ્યામાં માનવ મહેરામણ દહીં હાંડી મટકી ફોડ જોવા માટે પડા પડી કરતાં જોવા મળ્યા હતા.મોટી સંખ્યામાં લોકોએ જન્માષ્ટમીપર્વની ઉજવણી કરી હતી અને મટકી ફોડના દ્રશ્ય હજારોની સંખ્યામાં લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા.યુવાનોએ ઊંચાઈ ઉપર લગાવેલી મટકીને ફોડી હતી અને મટકી ફોડમાં એકબીજા સ્થળેથી પાણીનો છટકાવ કરી જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી હતી.

તો જુના બજાર નજીક પણ વર્ષોથી દહીં હાંડી નો કાર્યક્રમ યોજવામાં આવતા આ વર્ષે પણ મટકી ફોડ કાર્યક્રમ કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ડીજે ના તાલે ઝૂમી ઉઠી મટકી ફોડી જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી.તો બીજી તરફ ભરૂચ શહેરના શક્તિનાથ સર્કલ નજીક પણ દહીં હાંડીનું ભવ્ય આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં શહેરીજનો અને ભક્તો જોડાતા ભરૂચ જીલ્લામાં જન્માષ્ટમીનો માહોલ જામ્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!