એનટીપીસી ઝનોરની CSR પહેલથી 31 વિદ્યાર્થીઓએ ગુણવત્તા અને સમસ્યા-નિવારણની કળાની સમજણ આપવા બે દિવસીય ક્વોલિટી સર્કલ તાલીમ

SHARE:

ભરૂચ,

એનટીપીસી ઝનોરની CSR પહેલથી 31 વિદ્યાર્થીઓએ ગુણવત્તા અને સમસ્યા-નિવારણની કળાની સમજણ આપવા સામલોદ સ્થિત એમ.પી.પટેલ હાઈસ્કૂલમાં બે દિવસીય ક્વોલિટી સર્કલ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

એનટીપીસી ઝનોર દ્વારા નૈગમિક સામાજિક જવાબદારી (CSR) અંતર્ગત સામલોદ ગામ સ્થિત એમ. પી. પટેલ હાઈસ્કૂલમાં ધોરણ 9 થી 11ના વિદ્યાર્થીઓ માટે 2 અને 3 સપ્ટેમ્બર 2026 ના રોજ બે દિવસીય ક્વોલિટી સર્કલ તાલીમ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના કુલ 31 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.કાર્યક્રમના ઉદ્દઘાટન પ્રસંગે શાળાના આચાર્ય કિરીટસિંહ એમ.ઘારિયા એ એનટીપીસી ઝનોર દ્વારા વિદ્યાર્થીઓના વિકાસ માટે કરવામાં આવી રહેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે એનટીપીસી દ્વારા અગાઉ પણ વિવિધ સામાજિક અને શૈક્ષણિક પહેલોના માધ્યમથી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું છે.તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ક્વોલિટી સર્કલ જેવી તાલીમ વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વિકાસ, તાર્કિક વિચારશક્તિ અને સમસ્યા-નિવારણની ક્ષમતાને મજબૂત બનાવવામાં સહાયક સાબિત થશે.આ પ્રસંગે એનટીપીસી ઝનોર ના પ્રમુખ માનવ સંસાધન વિજય લક્ષ્મી મુરલીધરને ક્વોલિટી સર્કલના મહત્વ પર પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે ક્વોલિટી સર્કલ માત્ર એક સંકલ્પના નથી, પરંતુ સમસ્યાઓને સમજવા,તેનું વિશ્લેષણ કરવા અને વધુ સારા ઉકેલ શોધવાની સકારાત્મક તથા ઉકેલ-કેન્દ્રિત વિચાર-સરણી છે.તેમણે વિદ્યાર્થીઓને પ્રેરણા આપતાં જણાવ્યું હતું કે જીવનમાં આવતી સમસ્યાઓથી ગભરાવવાને બદલે તેના ઉકેલ શોધવાનો અભિગમ વિકસાવવો જોઈએ.તેમણે એમ પણ જણાવ્યું હતું કે આવી પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓમાં ટીમવર્ક, નેતૃત્વ ક્ષમતા, તાર્કિક વિચારશક્તિ અને નિર્ણય લેવાની ક્ષમતા વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.તાલીમ સત્રનું સંચાલન QCFI, વડોદરા ચેપ્ટર તરફથી એ.કે.ચત્તોરાજ, ચેરમેન અને પ્રભા વ્યાસ, ચેરપર્સન દ્વારા કરવામાં આવ્યું હતું.તાલીમ દરમ્યાન વિદ્યાર્થીઓને ક્વોલિટી સર્કલની મૂળભૂત સંકલ્પના ઉપરાંત ટીમવર્ક, સમસ્યાની ઓળખ, સમસ્યાનું વિશ્લેષણ, સમસ્યા-નિવારણની પ્રક્રિયા તેમજ અસરકારક નિર્ણય લેવાની પ્રક્રિયા જેવા વિષયો અંગે વ્યવહારુ માહિતી આપવામાં આવી હતી.તાલીમ બાદ વિદ્યાર્થીઓએ આગામી QCFI સ્પર્ધામાં ભાગ લેવા માટે કુલ 5 ટીમો ની રચના કરવામાં આવી. વિદ્યાર્થીઓમાં ગુણવત્તા પ્રત્યે જાગૃતિ તથા સમસ્યા-નિવારણની ક્ષમતાને વધુ પ્રોત્સાહિત કરવાના હેતુથી એનટીપીસી ઝનોર દ્વારા 6 ઑક્ટોબર 2026 ના રોજ QCFI સ્પર્ધાનું આયોજન એનટીપીસી ઝનોર માં કરવામાં આવશે.

 

સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર જૂથને QCFI, વડોદરા ચેપ્ટર ખાતે પોતાનું પ્રેઝન્ટેશન રજૂ કરવા માટે આમંત્રિત કરવામાં આવશે.આ પહેલ વિદ્યાર્થીઓને પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાની સાથે સાથે ગુણવત્તા, નવીનતા, ટીમવર્ક અને સતત સુધારાની સંસ્કૃતિ સાથે જોડાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!