ભરૂચ,
આમોદ તાલુકાના ઈખર ગામના ગૌવંશ કતલના આરોપી સામે આમોદ પોલીસે કડક વલણ અપનાવી બે વર્ષ માટે ચાર જીલ્લા માંથી તડીપાર જાહેર કરતા જીવદયા કાર્યકરો આનંદની લાગણી જોવા મળી હતી.
આમોદ તાલુકાના ઈખર ગામના મુસ્તાક ઉર્ફે મુન્નો જાલુભા પઠાણ સામે આમોદ પોલીસ સ્ટેશનમાં બે,વડોદરા-કરજણ પોલીસ સ્ટેશનમાં એક,પાલેજ પોલીસ સ્ટેશનમાં એક અને સુરત-કીમ પોલીસ સ્ટેશનમાં એક મળી કુલ પાંચ ગુનાઓ નોંધાયા હતા.જેથી તેના ગુનાહિત ઈતિહાસને ધ્યાનમાં રાખીને આમોદ પોલીસે કડક કાર્યવાહીના સંદેશ સાથે હદપારની કાર્યવાહી હાથધરી હતી.
નાયબ પોલીસ અધિક્ષક પી.એલ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ આમોદ પોલીસ ઈન્સ્પેક્ટર આર.બી.કરમટિયા અને આમોદ પોલીસ ટીમે આરોપી વિરુદ્ધ હદપારની દરખાસ્ત તૈયાર કરી જંબુસરના નાયબ કલેક્ટર ડૉ.સુપ્રિયા ગાંગુલી સમક્ષ મંજૂરી અર્થે મુકતા ઈખરના મુસ્તાક ઉર્ફે મુન્નો જાલુભા પઢાણને પશુ સંરક્ષણ અધિનિયમનો વારંવાર ભંગ કરવાના ગુનામાં ભરૂચ, વડોદરા, નર્મદા અને સુરત જીલ્લામાં બે વર્ષ સુધી તડીપારની કાર્યવાહી કરવામાં આવી હતી.તેને આણંદ જીલ્લાના ખંભોળત પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો હતો.




