– રક્ષાબંઘન પૂર્વે બજારોમાં આવનવી રાખડીયો જોવા મળી રહી છે
(ભાવેશ પંડ્યા, ભાલોદ)
ભાઈ-બહેનના અમર પ્રેમના પ્રતિક સમાન પવિત્ર રક્ષાબંધનના તહેવાર આડે હવે થોડા કલાકો બાકી રહ્યા છે ત્યારે ઝઘડીયા તાલુકામાં રક્ષાબંધન પર્વની ઉજવણી અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે .ઝઘડીયા તાલુકાના ભાલોદ રાજપારડી ઝઘડીયા ઉમલ્લા અને ખાસ કરી મુખ્ય નગર ખાતે ઠેરઠેર રાખડીયોની
હંગામી દુકાનો ઊભી કરી છે,રાખડીના વેપારી ઓ દ્રારા બજારોમાં અવનવી રાખડીઓથી બજાર ઉભરાયું જોવા મળે સમય બદલાતા તેમાં રાખડીમાં પણ અવનવી ડિઝાઈનવાળી રાખડીની વેરાયટી જોવા મળી રહી બજારમાં રાખડીઓના ભાવની વાત કરવામાં આવે તો, 20 રૂપિયા થી લઇ ને 300 રૂપિયા સુધીની રાખડીઓ બજારમાં જોવા મળી રહી છે. લાલ દોરાથી સજેલી રાખડીઓ વધારે જોવા મળે છે જેમાં વિવિધ સ્ટોન, મોટી, ઓમકાર, સ્ટોન વગેરે જોવા મળે છે.
આગામી 28-8-2026 શુકરવાર ના રોજ રક્ષાબંઘ નુ પર્વ છે ત્યારે રક્ષાબંધન તહેવારને લઈને બજારમાં ઉત્સાહભેર માહોલ સર્જાયો છે અને બહેનો દ્રારા પોતાના ભાઈને ખાસ રાખડી બાંધવા માટે અવનવી રાખડીની ખરીદી lની તૈયારીઓમાં લાગેલી છે.ભાઈ ઓ દ્રારા બેહનો ને મનગમતી ગીફ્ટ આપવાન પણ ખરીદી કરી રહ્યા છે.




