તિલકવાડા APMC માં કોંગ્રેસનો દબદબો : કોંગ્રેસના 10 ઉમેદવારો બિન હરીફ વિજેતા જાહેર થયા 

SHARE:

– તાલુકા પંચાયત જીતનાર ભાજપાના ગઢમાં ગાબડું 

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

તિલકવાડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત પેનલના તમામ ઉમેદવારો બિન હરીફ વિજય જાહેર થયા છે.

નર્મદા જિલ્લા પંચાયત અને ચાર તાલુકા પંચાયત ભાજપે ગુમાવતા હવે એપીએમસીમાં પણ ભાજપની પીછેહઠ જોવા મળી હતી.ખાસ કરીને તિલકવાડા તાલુકા પંચાયત ભાજપે જીતી હતી.આમ છતા પણ તિલકવાડા તાલુકાના ભાજપના ગઢમાં કોંગ્રેસના ઉમેદવારોએ ગાબડું પાડી એપીએમસી જીતી લીધી છે.

 કોંગ્રેસ પ્રેરિત એપીએમસીના 10 ઉમેદવારો બિનહરી જાહેર થયા છે.ભાજપે એક પણ ઉમેદવાર ઉભો નથી રાખ્યો એનું લોકોમાં આશ્ચર્ય સર્જાયું હતું.

ઉલ્લેખનીય છે કે તિલકવાડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી યોજાઈ હતી આ ચૂંટણી માટે  ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા.જેમાં 11 જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી અને તારીખ 30 ના રોજ ચૂંટણી અધિકારી દ્વારા ફોર્મ ચકાસણી કરવામાં આવી હતી અને 11 ફોર્મ માન્ય થયા હતા.

આ ચૂંટણી દરમ્યાન ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે 11 ઉમેદવારો માંથી એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા કોંગ્રેસ પ્રેરિત પેનલના 10 ઉમેદવારો બિન હરીફાઈ વિજેતા જાહેર થયા હતા.ચૂંટણી અધિકારી દ્વારા તમામ ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા.ત્યારે વિજય થયેલા તમામ ઉમેદવારો એ તમામ ખેડૂતો નો અને પ્રજાજનો નો આભાર વ્યક્ત કર્યો હતો. બીજી તરફથી કાર્યકર્તાઓએ ફૂલ માલા પહેરાવીને મીઠાઈ ખવડાવીને વિજય થયેલા ઉમેદવારો ને અભિનંદન પાઠવ્યા હતા.તિલકવાડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત પેનલના ઉમેદવારો બિન હરીફ વિજય જાહેર થતા કાર્યકર્તાઓમાં અનેરી ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!