આમોદ પોલીસે નવસારી અને સુરતની બે મહિલાઓને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી

SHARE:

ભરૂચ,

આમોદ તાલુકામાં વિદેશી દારૂના ગેરકાયદેસર વેચાણ સામે આમોદ પોલીસે કાર્યવાહી હાથ ધરી નવસારી અને સુરત જિલ્લાની બે મહિલાઓને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આમોદ તાલુકાના માતર ગામથી સુઠોદરા તરફ જવાના માર્ગ ઉપર આવેલા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવેના બ્રીજ નીચે બે મહિલાઓ ભારતીય બનાવટનો વિદેશી દારૂ છૂટક નાની બોટલોમાં ભરી થેલીમાં રાખી ચોરીછૂપીથી વેચાણ કરતી હોવાની બાતમી આમોદ પોલીસને મળી હતી.

બાતમીના આધારે પોલીસે સ્થળ પરથી બે મહિલાઓને ઝડપી તેમની પૂછપરછ અને તપાસ કરતા તેમની પાસેથી ૧૧૫ નંગ વિદેશી દારૂની બોટલો જેની કિંમત રૂ.૧૨,૪૦૦, તેમજ એક મોબાઈલ ફોન કિંમત રૂ.૫૦૦ મળી કુલ રૂ.૧૨,૯૦૦નો મુદ્દામાલ કબજે કરી બંને મહિલાઓની અટકાયત કરી હતી.

પકડાયેલી મહિલાઓમાં ભાવનાબેન ઉત્તમ પટેલ, રહે. શ્યામનગર સોસાયટી, વાઘરેચા, તા.ગણદેવી જી.નવસારી તથા નીલાબેન ઈશ્વર પટેલ રહે.તળાવ ફળિયું તા.મહુવા જી.સુરતનો સમાવેશ થાય છે.આમોદ પોલીસની આ કાર્યવાહીને પગલે વિસ્તારમાં ગેરકાયદેસર રીતે થતા વિદેશી દારૂના વેચાણ સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!