– એક નહીં, એક સાથે બે દીપડા CCTVમાં કેદ થતાં ગ્રામજનોમાં ભયનો માહોલ
(ભાવેશ પંડ્યા,ભાલોદ)
ઝઘડિયા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી દીપડાઓની સંખ્યા ભારે વધારો નોંધાયો છે.રહેણાંક વિસ્તારો અને ખેતરો નજીક માનવ વસવાટ તરફ દીપડાઓનું અવાર નવાર દેખાવામા આવે છે સાથે ધર પાસે બાઘેલા પશુ પર પણ હુમલા ના બનાવો સામે આવે છે,ત્યારે ઝઘડિયાના વણાંકપોર ગામ નજીક ખોરાક અને પાણીની શોધમાં એક સાથે બે દીપડાઓ ધસી આવતાં સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાયો છે.વણાકપોર સ્થિત સિલિકા પ્લાન્ટમાં રાત્રિના આશરે ૮ વાગ્યાના અરસામાં એક સાથે બે દીપડા ફરતા CCTV કેમેરામાં કેદ થયા હતા.બંને દીપડા પ્લાન્ટ પરિસરમાં એક સાથે ફરતા જોવા મળતા ઘટનાનો વીડિયો સામે આવ્યો છે
ખાસ કરીને રાત્રિના સમયે દીપડાની અવરજવરથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.ગામની આસપાસ ખેતરોમાં કામ કરતા ખેડૂતો અને પશુપાલકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે.CCTVમાં કેદ થયેલો વીડિયો સામે આવતા ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી દીપડાઓની અવરજવર પર નજર રાખવા અને જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.




