નાલિયા ગામ નજીક રેલવે બ્રિજની દિવાલ સાથે મોટર સાયકલ અથડાતા ગંભીર માર્ગ અકસ્માતમાં ઘટના સ્થળે બે ના કરુણ મોત 

SHARE:

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

નાલિયા ગામ નજીક રેલવે બ્રિજની દિવાલ સાથે મોટરસાઇકલ અથડાતા ગંભીર માર્ગ અકસ્માતમાં સર્જાયો હતો.જેમાં ઘટના સ્થળે બે મોટર સાયકલ સવાર ના કરુણ મોત નીપજ્યા છે.

અકસમાત એટલો ગંભીર હતો કે મોટર સાયકલનો આગળનો ભાગ તૂટીને દૂર જઈને પડ્યો હતો.મૃતકોમાં ગરુડેશ્વર તાલુકાના ઝરવાણી ગામના બે વ્યક્તિઓનો સમાવેશ થાય છે.મૃતકો તરીકે ભાંગરાત વિસ્તારમાં રહેતા રામજીભાઈ સોગદાભાઈ વસાવા અને કસાડ વિસ્તારમાં રહેતા ઈશ્વરભાઈ ભાદરભાઈ વસાવાના નામ સામે આવ્યા છે.અચાનક બનેલી આ દુઃખદ ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.ઘટનાની જાણ થતાં તિલકવાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!