નેત્રંગની ડેબાર હાઈસ્કૂલના શિક્ષકને ભરૂચ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત

SHARE:

(વિજય વસાવા,નેત્રંગ)

નેત્રંગ તાલુકાના ડેબાર ગામની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ગણિત વિષયના મદદનીશ શિક્ષક ચંદ્રકાંત ઠાકોરભાઈ પ્રજાપતિની જિલ્લાકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે.જેને લઈને નેત્રંગ તાલુકા શિક્ષક સમાજ તેમજ સમસ્ત પ્રજાપતિ સમાજ માં આનંદ સાથે ગૌરવની લાગણી ફરીવળી છે.શિક્ષક દિને તેમની નોકરીના ૧૮ વર્ષ પૂર્ણ થયા છે.આ પ્રસંગે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તેમને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબા રાજના અધ્યક્ષસ્થાને યોજાયેલા સન્માન સમારોહમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, શિક્ષણ સમિતિના ચેરમેન કર્મીશા પટેલ,નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા,નગરપાલિકા શિક્ષણ સમિતિના ગણેશ અગ્રવાલ, મગન પટેલ, ડીઈઓ, ડીપીઈઓ,ડીપીઓ સહિત શિક્ષણ વિભાગના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ચંદ્રકાંત પ્રજાપતિની નિમણૂક વર્ષ ૨૦૦૮માં થઈ હતી. શાળામાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, શાળાકીય માળખાકીય વિકાસ, સતત ત્રણ વર્ષથી ૧૦૦ ટકા પરિણામ, વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો અને ડેબાર ગામની શૈક્ષણિક પ્રગતિ માટેના તેમના યોગદાનને ધ્યાને લઈ શૈક્ષણિક સિદ્ધિઓ બદલ તેમની શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!