ગુજરાતમાં મહિલા સંચાલિત દૂધ મંડળીઓની સંખ્યામાં વધારો : વાર્ષિક ૬,૦૦૦ કરોડથી વધુના કારોબારનો કુશળ વહીવટ સાંભળતી મહિલાઓ

SHARE:

સૌજન્ય,

પશુપાલનની પરંપરાગત જવાબદારી સંભાળતી ગ્રામીણ મહિલાઓ હવે સહકારી ડેરી ક્ષેત્રનું સુકાન સફળતાપૂર્વક સંભાળી રહી છે.ગુજરાતમાં મહિલા સંચાલિત દૂધ મંડળીઓની સંખ્યા ૨૧ ટકાના વધારા સાથે ૪,૫૬૨ પર પહોંચી ગઈ છે,જે વાર્ષિક ૬,૦૦૦ કરોડથી વધુના કારોબારનો કુશળ વહીવટ કરી રહી છે. પરિશ્રમથી માંડીને સંચાલન સુધી આત્મનિર્ભર બનેલી નારીશક્તિ કેવી રીતે ગ્રામીણ અર્થતંત્રને નવી દિશા આપી રહી છે, આવો જોઈએ.

બનાસકાંઠાની ‘હરસિદ્ધનગર મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી’ આ પરિવર્તનનું ઉત્તમ ઉદાહરણ છે,જેનું સંપૂર્ણ સંચાલન બહેનોના હાથમાં છે. અહીં કમ્પ્યુટર-સાક્ષર મહિલાઓ દરરોજ ૨,૦૦૦ લિટર દૂધની ગુણવત્તા તપાસીને બનાસ ડેરી સુધી પહોંચાડે છે.ગામમાં જ મંડળી શરૂ થતાં મહિલાઓનો સંકોચ દૂર થયો છે અને દૂધના નાણાં પણ સીધા તેમના બેંક ખાતામાં જમા થાય છે. રાજ્યના ૩૬ લાખ પશુપાલકોમાં ૧૨ લાખ મહિલાઓ સક્રિય છે, જે રોજના ૫૭ લાખ લિટર દૂધ થકી દૈનિક ૨૫ કરોડની આવક મેળવે છે. બનાસ ડેરીના રોજિંદા ૧ કરોડ લિટરથી વધુ દૂધ સંકલનમાં પણ આશરે ૨ લાખ બહેનો સીધી ભાગીદારી નોંધાવી રહી છે.

પ્રાથમિક દૂધ મંડળીઓના વહીવટ સાથે જોડાયેલી ૮૦ હજારથી વધુ બહેનો આજે ગ્રામીણ અર્થતંત્રનું નેતૃત્વ કરી રહી છે. આર્થિક સ્વાતંત્ર્ય અને અડગ આત્મવિશ્વાસ સાથે આગળ વધતી આ નારીશક્તિ શ્વેતક્રાંતિમાં એક નવી મિસાલ કંડારી રહી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!