માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું NQAS અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાની ટીમ દ્વારા નિરીક્ષણ

SHARE:

ભરૂચ,

આમોદ તાલુકાના માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વિવિધ આરોગ્ય સેવાઓ અને સુવિધાઓનું રાષ્ટ્રીય ધોરણો મુજબ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તા.૯ અને ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમ્યાન NQAS (National Quality Assurance Standards) અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાની ટીમ દ્વારા બે દિવસીય નિરીક્ષણ અને ગુણવત્તા ચકાસણી હાથ ધરવામાં આવી હતી.

આ રાષ્ટ્રીય કક્ષાના મૂલ્યાંકન માટે ડૉ.મહેશભાઈ નાગર તથા ડૉ.કિરણબેન મંથ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી.ટીમ દ્વારા આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીઓને આપવામાં આવતી વિવિધ આરોગ્ય સેવાઓ, ઉપલબ્ધ સુવિધાઓ તેમજ કામગીરીની પ્રક્રિયાઓની NQASના નિર્ધારિત ધોરણો મુજબ વિગતવાર તપાસ કરવામાં આવી હતી.

નિરીક્ષણ દરમિયાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના છ જેટલા મુખ્ય વિભાગો જેવા કે OPD, IPD, લેબર રૂમ, લેબોરેટરી, નેશનલ પ્રોગ્રામ તથા જનરલ એડમિનિસ્ટ્રેશન સહિતના વિભાગોની ચકાસણી કરવામાં આવી હતી.રાષ્ટ્રીય ટીમ દ્વારા દરેક વિભાગમાં દર્દીઓને આપવામાં આવતી સેવાઓની ગુણવત્તા, જરૂરી સુવિધાઓ, દસ્તાવેજીકરણ, સ્વચ્છતા,વ્યવસ્થાપન અને આરોગ્ય સેવાઓના નિર્ધારિત રાષ્ટ્રીય માપદંડોનું પાલન થાય છે કે નહીં તેની સ્થળ પર તપાસ કરવામાં આવી હતી.આ ઉપરાંત આરોગ્ય કેન્દ્રની સમગ્ર કામગીરીમાં ગુણવત્તા જળવાઈ રહે તે માટેની વ્યવસ્થા તથા દર્દી કેન્દ્રિત સેવાઓ અંગે પણ ટીમ દ્વારા માહિતી મેળવવામાં આવી હતી. સંબંધિત વિભાગોના કર્મચારીઓ પાસેથી જરૂરી કામગીરીની વિગતો મેળવી વિવિધ માપદંડો સાથે તેનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે NQASની રાષ્ટ્રીય કક્ષાની ટીમ દ્વારા કરવામાં આવેલી આ મુલાકાતને આરોગ્ય સેવાઓની ગુણવત્તા અને વ્યવસ્થામાં વધુ સુધારા તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.બે દિવસ દરમિયાન કરવામાં આવેલી આ ચકાસણીથી આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ સુવિધાઓ અને સેવાઓનું રાષ્ટ્રીય ધોરણો સાથે મૂલ્યાંકન થયું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!