આમોદની સંસ્કાર વિદ્યાલયના વૃક્ષ પરથી આઠ ફૂટ લાંબો ધામણ સાપ પકડાયો

SHARE:

– ચાલુ શાળા દરમ્યાન સાપ આવી ચડતાં શિક્ષકો સહિત વિદ્યાર્થીઓમાં દોડધામ મચી

ભરૂચ,

આમોદ નગરમાં આવેલી સંસ્કાર વિદ્યાલયના કમ્પાઉન્ડમાં આવેલા વૃક્ષ ઉપર આઠ ફૂટ લાંબો ધામણ પ્રજાતિનો સાપ આવી ચડતાં શાળામાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ચાલુ શાળા દરમ્યાન વૃક્ષ ઉપર સાપ જોવા મળતાં શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓમાં દોડધામ મચી ગઈ હતી.

સંસ્કાર વિદ્યાલયના કમ્પાઉન્ડમાં આવેલા એક વૃક્ષ ઉપર શિક્ષકોની નજર આઠ ફૂટ લાંબા સાપ પર પડી હતી.સાપને વૃક્ષ ઉપર ચડેલો જોઈ શાળાના આચાર્ય વૈશાલી મોદીએ તાત્કાલિક નેચર સેવિંગ ફાઉન્ડેશન ટીમનો સંપર્ક કરતા તાત્કાલિક સંસ્કાર વિદ્યાલય ખાતે પહોંચ્યા હતા અને વૃક્ષ ઉપર ચડેલા સાપની શોધખોળ હાથ ધરી હતી.થોડા સમયની શોધખોળ બાદ વૃક્ષ ઉપર સાપ નજરે પડતાં અંકિત પરમારે સાવચેતી પૂર્વક વૃક્ષ ઉપર ચડી જઈ સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યું હતું.

રેસ્ક્યૂ કરાયેલો સાપ ધામણ પ્રજાતિનો અને બિનઝેરી હોવાનું જણાયું હતું.સાપને સુરક્ષિત રીતે નીચે લાવ્યા બાદ અંકિત પરમારે શાળામાં હાજર શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને ધામણ સાપ અંગે જરૂરી માહિતી આપી હતી.ખાસ કરીને આવા સાપ જોવા મળે ત્યારે ગભરાઈને તેને નુકસાન ન પહોંચાડવું અને તાત્કાલિક સ્નેક રેસ્ક્યૂ ટીમનો સંપર્ક કરવો તે અંગે સમજ આપવામાં આવી હતી.બાદમાં રેસ્ક્યૂ કરાયેલા આઠ ફૂટ લાંબા ધામણ સાપને સુરક્ષિત રીતે તેના નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો. સમયસર સાપનું રેસ્ક્યૂ થતાં શાળાના શિક્ષકો,વિદ્યાર્થીઓ અને વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!