અંકલેશ્વરના લેક વ્યુ પાર્કની તાડ ફળિયા તરફની પ્રોટેક્શન વોલ તૂટી પડતાં પાલિકાના ભૂતકાળના શાસકો અને કોન્ટ્રાક્ટર સામે ઊઠ્યા ગંભીર સવાલો

SHARE:

– નવા શાસકો કોન્ટ્રાક્ટરોની લાલિયાવાડી નહીં ચલાવે અને પ્રજાહિત સર્વોપરી ગણશે ત્યારે જ ટકાઉ વિકાસ શક્ય અને ત્યારે જ અંકલેશ્વરમાં દીર્ઘકાલીન અને ગુણવત્તાસભર કામગીરી જોવા મળશે

​ભરૂચ,

અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત લેક વ્યુ પાર્કની ગુણવત્તા સામે ફરી એકવાર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો થયો છે.લેક વ્યુ પાર્કની તાડ ફળિયા તરફ આવેલી પ્રોટેક્શન વોલ નિર્ધારિત આયુષ્ય (એક્સપાયરી ડેટ) પૂર્ણ થાય તે પહેલાં જ ધડાકાભેર ધરાશાયી થઈ ગઈ છે.કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ પ્રોજેક્ટમાં એક પછી એક દીવાલો તૂટવાની ઘટનાઓએ ભૂતકાળના શાસકો અને તંત્ર દ્વારા કરવામાં આવેલા વિકાસના દાવાઓની પોલ ખોલી નાખતા ગંભીર બેદરકારી અને શંકાસ્પદ ભૂમિકા કોની તે અંગે શહેરમાં અનેકો તર્કવિતર્ક ફેલાયા છે.

જે સમયે આ પાર્કનું નિર્માણ મંજૂર થયું અને કામ પૂર્ણ થયું, તે વખતના શાસકો અને અધિકારીઓએ કામનું મોનિટરિંગ શા માટે યોગ્ય રીતે કેમ ન કર્યું?પ્રજાના ટેક્સના પૈસાથી ઊભા કરાયેલા પ્રોજેક્ટ્સ જો આટલા અલ્પ સમયમાં જમીનદોસ્ત થઈ જતા હોય, તો આ નુકસાનની ભરપાઈ કોની પાસેથી થશે?તાડ ફળિયા વિસ્તારમાં દીવાલ ધરાશાયી થતાં આસપાસના રહીશો અને પાર્કમાં આવતા મુલાકાતીઓની સલામતી સામે મોટો ખતરો સર્જાયો છે.

​સ્થાનિક નાગરિકોમાં ઉગ્ર માંગ છે કે પાલિકાના નવા શાસકો કોન્ટ્રાક્ટરોની લાલિયાવાડી નહીં ચલાવે અને પ્રજાહિત સર્વોપરી ગણશે ત્યારે જ ટકાઉ વિકાસ શક્ય અને ત્યારે જ અંકલેશ્વરમાં દીર્ઘકાલીન અને ગુણવત્તાસભર કામગીરી જોવા મળશે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!