૧૩ વર્ષ જૂના વેરની વસુલાત : નાંદોદના જૂનારાજ વાડીયામાં પિતાના ખૂનનો બદલો લેવા પુત્રએ લોહિયાળ ખેલ ખેલ્યો

SHARE:

– પિતાની હત્યા કરનાર આરોપીને બદલાની ભાવના સાથે આરોપીની હત્યા કરાઈ 

– રાત્રિના સમયે ઊંઘતા યુવક પર આરોપીએ તીક્ષ્ણ હથિયારથી

હુમલો કરી મોતને ઘાટ ઉંતાર્યો : ગ્રામજનોમાં દહેશતનો માહોલ

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જૂના રાજુવાડીયા (નવીનગરી) ગામમાં ૧૩ વર્ષ જૂની અદાવતનું કરૂણ પરિણામ સામે આવ્યું છે. ૨૦૧૩માં થયેલી પિતાની હત્યાનો બદલો લેવા માટે પુત્રે આયોજનબદ્ધ રીતે હુમલો કરી એક યુવકને મોતને ઘાટ ઉતારી દીધો છે.

ગત ૧૦ સપ્ટેમ્બરની રાત્રે દસ વાગ્યાથી ૧૧ સપ્ટેમ્બરના સવારના સાત વાગ્યાના સમયગાળા દરમ્યાન ગામની સરપંચની ગલીમાં રહેતા હિતેશ વસાવા પોતાના ઘરના આંગણામાં ભર ઊંઘમાં સૂતા હતા.એ સમયે હુમલાખોર કરણ વસાવા (રહે. જૂનારાજ વાડીયા, નવીનગરી) એ તીક્ષ્ણ હથિયાર વડે ઉપરા છાપરી ઘા ઝીંકી તેમની હત્યા કરી નાખી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

આ બનાવ અંગે આમલેથા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નર્મદા પોલીસ વડા દ્વારા આ કેસની તપાસ નર્મદા એલસીબીને સોંપવામાં આવી હતી.એલસીબીની ટીમે એક્શન મોડમાં આવીને ટેકનિકલ સર્વેલન્સ અને અંગત બાતમીદારોની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.લોકેશન અને બાતમીના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી કરણ વસાવાને ઝડપી પાડ્યો હતો.

પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતાં આખી ઘટના પાછળ ૧૩ વર્ષ જૂનો બદલો હોવાનું સામે આવ્યું હતું.વર્ષ ૨૦૧૩માં મરણ જનાર હિતેશ વસાવા અને આરોપીના પિતા કિરીટ વસાવા વચ્ચે ઝઘડો થયો હતો.જેમાં હિતેશે માર મારીને કિરીટ વસાવાની હત્યા કરી નાખી હતી.પિતાની હત્યાનો આઘાત અને ગુસ્સો કરણના મનમાં વર્ષોથી ભરાયેલો હતો.આખરે પિતાની હત્યાનો બદલો લેવા માટે જ તેણે હિતેશની હત્યા કરી હોવાની કબૂલાત કરતાં પોલીસે તેની અટકાયત કરી આગળની કાનૂની કાર્યવાહી હાથધરી છે.આમલેથા પોલીસે આરોપીને રવિવાર રજાના દિવના જજના નિવાસ સ્થાને રજુ કરવામાં આવ્યો હતો કોર્ટના આદેશ બાદ આરોપીને જીતનગર ખાતે આવેલ જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!