ભરૂચ પાલિકા અને સેનેટરી વિભાગની બે ધારી નીતિ! : એક તરફ જાગૃતિના કાર્યક્રમો તો બીજી તરફ ડોર ટુ ડોર એજન્સીનાએ નિયમો નેવે મુક્યા છતાં કાર્યવાહી નહીં

SHARE:

– વર્ક ઓર્ડર પ્રમાણે એજન્સી દ્વારા કામગીરી નહીં છતાં પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી નહીં!

– બેફામ દોડતા એજન્સીના વાહનો છતાં શહેર ટ્રાફિક પોલીસ અને આરટીઓની કોઈ કાર્યવાહી!

ભરૂચ,

ભરૂચ શહેર સ્વચ્છ અને સુંદર બને લોકો સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા પાલિકા દ્વારા વિવિધ જાગૃતિના કાર્યક્રમો કરી જાગૃત કરવામાં આવી રહ્યા છે.તો બીજી તરફ ડોર ટુ ડોર કચરો કલેક્શન કરતી એજન્સીના વાહનો નિયમો નેવે મૂકી દોડી રહ્યા હોવા છતાં શહેર ટ્રાફિક પોલીસ કે આરટીઓ દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા ડોર ટુ ડોર એજન્સીને છૂટો દૌર મળ્યો હોય તેમ લાગી રહ્યું છે.

ભરૂચ શહેર સ્વચ્છ અને સુંદર બને તે માટે પાલિકા તંત્ર દ્વારા જાગૃતિના વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.જેમાં સેનેટરી વિભાગ હેઠળની આઈઈસી ટીમ ઢોલના તાલે,વિવિધ સ્લોગનના પ્લેકાર્ડ્સ અને નાગરિકોની સહભાગિતા સાથે સ્વચ્છતા જાગૃતિના કાર્યક્રમ યોજી લોકોને કચરાના ઉદ્ભવસ્થાન પર ચાર પ્રકારના કચરાનું વર્ગીકરણ કરવા,સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.પરંતુ પાલિકા તંત્ર અને સેનેટરી વિભાગની બે ધારી નીતિ દેખાઈ રહી છે.જેમાં ડોર ટુ ડોર કચરો કલેક્શન કરતી એજન્સીના વાહનો પાલિકાએ આપેલા વર્ક ઓર્ડર ના નિયમો ને નેવે મૂકી શહેરના મુખ્ય માર્ગો પર દોડી રહ્યા છે,વાહનોમાં રહેલા કામદારો સેફટી વિના જ સફાઈના વાહનોમાં કામ કરી રહ્યા છે,ડોર ટુ ડોરના વાહનો પર આરટીઓ રજીસ્ટર નંબર પ્લેટ નહીં,વાહનની ઉપર વેસ્ટ ભરેલા થેલા લટકાવવા સહિત અનેક નિયમો એજન્સીના વાહનો દ્વારા નેવે મુકવામાં આવી રહ્યા છે તેમ છતાં પાલિકા કે સેનેટરી વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા અનેક ચર્ચાઓ ઉભી થઈ છે.

તો બીજી તરફ શહેરના મુખ્યમાર્ગો પર નિયમો નેવે મૂકી દોડતા વાહનો સામે શહેર ટ્રાફિક પોલીસ કે આરટીઓ કચેરી દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા શંકા ઉપજાવી રહી છે.ત્યારે નિયમો પ્રમાણે કામગીરી અને વાહનો દોડે તે માટે પાલિકા તંત્ર, શહેર ટ્રાફિક પોલીસ અને આરટીઓ કચેરી કયારે કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!