અંકલેશ્વરમાં રોડ પરના ખાડામાં એક્ટિવા ખાબકતા પાછળ બેસેલ યુવાન નીચે પાટકતા ગંભીર ઈજા થતા મોત

SHARE:

– ખાડા બાબતે વિપક્ષની અનેક વાર રજુઆત છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી નહીં થતા યુવકનું મોત નીપજ્યું 

ભરૂચ,

અંકલેશ્વરમાં માર્ગ સુરક્ષા અને ખુલ્લા ખાડાઓને કારણે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.અંકલેશ્વરના દૂધીયાપીરની દરગાહ નજીકથી પસાર થઈ રહેલા એક્ટિવા સવારો અચાનક રસ્તા પર આવેલી ગટર લાઈનના ખાડામાં ખાબક્યા હતા.આ ઘટનામાં મોપેડ પર પાછળ બેઠેલો યુવાન ઉછળીને રસ્તા પર નીચે પટકાતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.અકસ્માત બાદ લોહીલુહાણ હાલતમાં પડેલા યુવકને સ્થાનિકોની મદદથી તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. મૃતકની ઓળખ રાકેશ વસાવા તરીકે થઈ છે. જોકે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન તબીબોની તમામ કોશિશો છતાં ઈજાઓ ગંભીર હોવાના કારણે રાકેશ વસાવાએ દમ તોડ્યો હતો.યુવકના અચાનક અવસાનથી તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે.ઘટના અંગેની માહિતી મળતાં જ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદાકીય તપાસ હાથધરી છે.રોડ પર ખુલ્લા કે અધૂરા ગટરના ખાડાના કારણે યુવકે જીવ ગુમાવવો પડતાં સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે.

ગટરના ખુલ્લા ખાડામાં પડતા યુવાન રાકેશભાઈ વસાવાના મોતના મામલે હવે રાજકારણ ગરમાયું છે.વિપક્ષે આ ગંભીર ઘટના માટે સીધી નગરપાલિકા તંત્રની બેદરકારીને જવાબદાર ઠેરવી છે.વિપક્ષના જણાવ્યા મુજબ, “પંચાયતી બજાર વડથી અંતરનાથ મહાદેવ તરફ જતા રોડ પર છેલ્લા ઘણા મહિનાથી મોટો ખાડો ખુલ્લો છે.અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્રએ આંખ આડા કાન કર્યા હતા.પરિણામે આજે એક પરિવારે પોતાનો દીકરો ગુમાવ્યો છે.પોલીસે ફક્ત ચાલક વિરુદ્ધ ફરિયાદ કરી સંતોષ માની લીધો,પણ આ ખાડો ખુલ્લો રાખનાર અધિકારી સામે ક્યારે કાર્યવાહી થશે?”

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!