ભરૂચ જીલ્લાના મોસ્ટ વોન્ટેડ ટોપ ટેન યાદીમાં ઈનામ જાહેર થયેલ લૂંટ વિથ મર્ડરના ગુનામાં ૧૩ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો

SHARE:

– પેરોલ ફર્લો સ્કોર્ડ આરોપી સંતોષ પ્રસાદના બિહાર ઘરે તપાસમાં જતા ગોપાલગંજ જીલ્લાના અંતરિયાળ વિસ્તાર માંથી મળી આવ્યો 

 – ગોપાલગંજની ન્યાયીક કોર્ટમાં રજુ કરી ૨ દિવસના ટ્રાન્જીસ્ટ રીમાન્ડ મેળવી ભરૂચ લાવી વાગરા પોલીસને સોંપ્યો

ભરૂચ,

ભરૂચ જિલ્લામાં વર્ષોથી પોલીસ માટે માથાનો દુખાવો બનેલો અને મોસ્ટ વોન્ટેડ ટોપ-10 યાદીમાં સામેલ લૂંટ વિથ મર્ડરના ગુનાનો આરોપી આખરે કાયદાના સકંજામાં આવી ગયો છે. 13 વર્ષથી પોલીસને ચકમો આપી ફરાર રહેતો આરોપી સંતોષ પ્રસાદ બુધન પ્રસાદને ભરૂચ જિલ્લા પેરોલ ફર્લો સ્કવોડની ટીમે બિહારના ગોપાલગંજ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાંથી દબોચી લીધો છે. ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની કડક સૂચના અને પેરોલ ફર્લો સ્કવોડના પી.એસ.આઈ. આર.એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ લિસ્ટેડ આરોપીઓને પકડવા માટે વિશેષ પેટ્રોલિંગ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઓપરેશન હાથ ધરાયું હતું. બાતમી મળતાં જ ટીમે બિહારના લાંમીચોર-જગતોલી વિસ્તારમાં વોચ ગોઠવી અને ફિલ્મી ઢબે દરોડો પાડી આરોપીને ઝડપી લીધો હતો.વાગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લૂંટ વિથ મર્ડરના ગંભીર ગુનામાં છેલ્લા 13 વર્ષથી ફરાર આરોપી સામે ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. અનેક વખત પોલીસને હાથતાળી આપનાર આરોપી આખરે પેરોલ ફર્લો સ્કવોડની સચોટ બાતમી અને સતત દેખરેખના કારણે બચી શક્યો નહીં. આરોપીની ધરપકડ બાદ તેને કાયદેસરની કાર્યવાહી માટે ભરૂચ લાવવામાં આવ્યો છે. હવે પોલીસ તેની વધુ પૂછપરછ કરી ગુનાની અન્ય કડીઓ, સંડોવાયેલા શખ્સો અને ફરારી દરમિયાન મળેલી મદદ અંગે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે. 13 વર્ષ પછી પણ કાયદાનો હાથ લાંબો સાબિત થયો છે. ભરૂચ જિલ્લા પોલીસના આ ઓપરેશને ફરી એકવાર સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગંભીર ગુનાઓમાં ફરાર આરોપીઓ ગમે ત્યાં છુપાયા હોય, કાયદાના સકંજામાંથી લાંબા સમય સુધી બચી શકતા નથી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!