ભરૂચ,
ભરૂચ શહેર અને જીલ્લામાં શ્રીજી મહોત્સવ ચાલી રહ્યો છે. જેથી શેરીએ શેરીએ,ગલીએ ગલીએ, સોસાયટીઓમાં શ્રીજીના પંડાલ જોવા મળી રહ્યા છે.ભાદરવા ચોથથી ઠેર ઠેર શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે અને લોકો પૂજન અર્ચન કરી ભક્તિમાં લીન બન્યા છે.ત્યારે ભરૂચના કસક વિસ્તારમાં આવેલ આયુષી બંગ્લોઝમાં પણ સોસાયટીના લોકોએ શ્રીજી ની સ્થાપના કરી સવાર સાંજ ભક્તિ કરી રહ્યા છે.
આયુષી બંગ્લોઝના સ્થાનિકો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી શ્રીજનો પંડાલ બનાવી તેમાં શ્રીજીની સ્થાપના કરી રહ્યા છે.આ વર્ષે નયનરમ્ય શ્રીજી ની પ્રતિમાનું સ્થાપન કરી સીસાયટીના લોકો સવાર સાંજ શ્રીજીનું પૂજન અર્ચન કરવા સાથે આરતી ભજનના પણ ધાર્મિક કાર્યક્રમો કરી રહ્યા છે.




