ભરૂચ,
નિયામક આયુષ, ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી ભરૂચ દ્વારા પ્રેરિત અને જિલ્લા આયુર્વેદ અધિકારી ભરૂચના સીધા માર્ગદર્શન હેઠળમાર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચ તથા શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટના સહયોગથી આગામી ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૬ બુધવારના રોજ સવારે ૯:૩૦ કલાકે દાંડિયા બજાર સ્થિત શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ સંચાલિત ભૃગુઋષિ મંદિર (શનિ મંદિર) દાંડિયા બજાર, ભરૂચ ખાતે ભવ્ય આયુષ નિદાન અને સારવાર મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં ઋતુજન્ય રોગો, પાચનતંત્ર, શ્વસનતંત્ર, ચામડી, સ્ત્રીરોગ તથા સાંધાના રોગો સહિતની વિવિધ બિમારીઓ અંગે નિશુલ્ક નિદાન અને સારવાર પૂરી પાડવામાં આવશે.રાષ્ટ્રીય આયુર્વેદ દિવસના આ વિશેષ અવસરે યોગ નિષ્ણાતો દ્વારા યોગ માર્ગદર્શન અને નિર્દર્શન કરવામાં આવશે.આ ઉપરાંત, આયુર્વેદિક જીવનપદ્ધતિ, દિનચર્યા, ઋતુચર્યા અને વિરુદ્ધ આહાર અંગે ચાર્ટ પ્રદર્શન દ્વારા વિશેષ માર્ગદર્શન અપાશે તેમજ ઉપસ્થિત સૌને આમળા અને સાકરનું પાનક વિતરણ કરવામાં આવશે. સાથે જ, સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા ચક્ષુદાન, દેહદાન અને અંગદાન અંગે લોકજાગૃતિ અર્થે માહિતી પૂરી પાડવામાં આવશે.
ભરૂચ શહેરની જાહેર જનતાને આ આરોગ્યલક્ષી મેગા કેમ્પનો મહત્તમ લાભ લેવા જિલ્લા આયુર્વેદ અધિકારી આમ્રપાલીબેન પટેલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.



