– ભરૂચ નગર પાલિકાના વોર્ડ નંબર-3,4,5,6,7,8 અને 11ના વિસ્તારના લોકોએ વિવિધ સરકારની 18થી વધુ યોજનાઓનો લાભ લીધો
ભરૂચ,
ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં આત્મીય સંસ્કાર ધામ હોલ ખાતે જિલ્લા વહીવટી તંત્ર ભરૂચ નગર પાલિકાના સંયુક્ત ઉપક્રમે 12માં તબક્કાનો સેવસેતુ કાર્યક્રમ યોજાયો હતો.
સરકારની યોજનાઓના લાભ અને સહાયતા અંગેની નાગરીકોની વ્યક્તિગત રજુઆતો /અરજીઓના સ્થળ ઉપર જ ઉકેલ માટે ભરૂચ નગર પાલિકા માં વોર્ડ નં -3,4,5,6,7,8 અને 11 ના વિસ્તારનો ” 12માં સેવા સેતુ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આમંત્રિત મહાનુભવોનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું.જ્યારે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,ભરૂચનગર પાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા,ઉપપ્રમુખ રુચિતાબેન મોદી,જીલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય કરી સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ સેવાસેતુ કાર્યક્રમમાં ભરૂચ નગર પાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.તેઓએ જણાવ્યું હતું કે નગર પાલિકા સરકાર વિવિધ યોજનાઓ નાગરિકો સુધી પહોંચાડવા કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.
જ્યારે કાર્યક્રમના અધ્યક્ષ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકેના જાહેર જીવનના 25 વર્ષ પૂરા થવા પર 17મી સપ્ટેમ્બરથી ૧૭મી ઓક્ટોબર સુધી વિવિધ કાર્યક્રમોની હારમાળા હેઠળ આજે આ 12માં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં વિવિધ યોજનાઓ હેઠળ પ્રમાણ પાત્રો,લાભો સહિત લોકોના પ્રશ્નોનું સકારાત્મક રીતે નિરાકરણ કરવામાં આવશે. સરકારે પ્રજા માટે જેવી જેવી યોજનાઓ આપી છે. સામાન્ય,ગરીબ લોકો માટે વિવિધ યોજના લાવવામાં આવી છે.આવી યોજનાઓ થકી ગરીબી રેખામાં સતત ઘટાડો થયો છે.ઉપરાંત તેઓએ કોરોના કાળ દરમ્યાન સરકારે ગરીબ લોકોને અનાજ યોજના આપી હોવાનું પણ જણાવ્યું હતું.સાથે સાથે નગર પાલિકા અને વહીવટી તંત્ર દ્વારા વિવિધ યોજનાઓ લોકોને મળે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યું હોવાનું પણ ઉમેર્યું હતું.ભૂતકાળમાં 11 સેવાસેતુ કાર્યક્રમ હેઠળ પણ લાભો આપવામાં આવ્યા છે.ભરૂચ જિલ્લામાં બે લાખ લોકોને લાભ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.જે માટે વિવિધ વિભાગોના કર્મચારીઓ કામે લાગ્યા છે.સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના જન્મ દિવસની ઉજવણી સેવા કાર્યોથી થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હોવાનું જણાવ્યું હતું.



