આમોદમાં ગણપતી બાપાની દબદબાભેર વિસર્જન શોભાયાત્રા નીકળી

SHARE:

– ગણપતિ બાપા મોરિયાના ગગનભેદી નાદ સાથે શ્રીજી ભક્તોએ આમોદ ગજવી મૂક્યું

ભરૂચ,

આમોદમાં ભાદરવા સુદ દશમના દિવસે ગણેશજી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવે છે.આમોદમાં પ્રાચીન ગણપતિ મંદિરે આરતી ઉતાર્યા બાદ ગણપતિ દાદાની દબદબાભેર શોાયાત્રામાં નીકળી હતી.આમોદમાં ડી.જે.ના તાલ સાથે નીકળેલી ગણેશજીની શોભાયાત્રામાં દેશભક્તિ ગીત,ભક્તિ ગીત, ટીમલી, ગરબા, ઉપર લોકો મનમૂકીને ઝૂમી ઉઠયા હતા.હનુમાન ચાલીસા ગ્રુપ દ્વારા દરેક ગણપતિના ટ્રેક્ટર ઉપર ભગવો ધ્વજ આપવામાં આવ્યો હતો.તેમજ ડ્રાઈવરને કેસરી ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું.શોભાયાત્રા આમોદ નગરપાલિકા ખાતે આવી પહોંચતા પાલિકા પ્રમુખ મહેન્દ્ર દેસાઈ, ઉપપ્રમુખ સાજીદઅલી રાણા, કારોબારી અધ્યક્ષ ઉમેશ પંડ્યા, મુખ્ય અધિકારી રાકેશ ઠાકોર સહિત સદસ્યોએ ગણપતિ દાદાનું ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું.ધારાસભ્ય ડી.કે.સ્વામી સાથે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ,તાલુકા પંચાયત પ્રમુખ રાજદીસિંહ દાયમા ડૉ.પ્રવિણસિંહ રાઉલજી સહિતના લોકોએ ગણપતિ દાદાની શોભાયાત્રાના દર્શન કર્યા હતા. પોલીસ સ્ટેશને ગણપતિ દાદાને પોલીસ જવાનો દ્વારા વર્ષોની પરંપરા મુજબ સલામી આપવામાં આવી હતી. ગણપતિ દાદાના મંદિરેથી શરૂઆત થયેલી શોભાયાત્રા પરંપરાગત રૂટ ઉપર ફરી હતી.શોભાયાત્રાના રૂટ ઉપર શ્રીજી ભકતો માટે સેવાભાવી વ્યક્તિઓ દ્વારા ઠેર ઠેર ઠંડા પાણી તેમજ ઠંડી ઠંડી છાસની વ્યવ્સ્થા કરવામાં આવી હતી. સાત દિવસનું આતિથ્ય માણ્યા બાદ શ્રીજી ભક્તોએ ભારે હૈયે ગણપતિ દાદાને ‘આવતા વર્ષે વહેલા આવજો’ના કોલ સાથે મોડી રાત સુધી વિદાય આપી હતી.આમોદ પાલિકા દ્વારા મોટા તળાવ ખાતે તરાપા, તરવૈયા,લાઇટિંગ તેમજ મોટી ક્રેઇનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

ગણેશ વિસર્જન યાત્રાને ધ્યાનમાં રાખીને 1 ડી.વાય.એસ.પી., 2 પોલીસ ઈન્સ્પેક્ટર, 6 પી.એસ.આઈ સહિત કુલ 321 પોલીસ જવાનોનો કાફલો આમોદ નગરમાં તૈનાત કરવામાં આવ્યો હતો.શોભાયાત્રાના સમગ્ર રૂટ પર પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ તેમજ સંવેદનશીલ સ્થળો પર ખાસ નજર રાખવામાં આવી હતી.આ ઉપરાંત આમોદ નગરમાં કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરી વિવિધ સ્થળોએ લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા મારફતે પોલીસ કંટ્રોલ રૂમમાંથી શોભાયાત્રાના રૂટ પર બાજ નજર રાખવામાં આવી હતી.પોલીસ દ્વારા 5 બોડીવોર્ન કેમેરા સાથે કુલ 18 ધાબા પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા હતા.આ પોઈન્ટ પરથી પોલીસ કર્મચારીઓ દ્વારા શોભાયાત્રા દરમ્યાન સમગ્ર વિસ્તારમાં ચાંપતી નજર રાખવામાં આવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!