– કેન્દ્રીય મંત્રી નીતિન ગડગરીના વરદ હસ્તે એવોર્ડ ચેરમેન ઘનશ્યામ પટેલે સ્વીકાર્યો
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
શ્રી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી ધારીખેડા ને નેશનલ ફેડરેશન કો-ઑ સુગર ફેક્ટરિઝ લી.ન્યુ દિલ્લી તરફથી વર્ષ ૨૦૨૫-૨૬ માટે ફાઈનાન્સશિયલ મેનેજમેન્ટનો પ્રથમ નંબરનો એવાર્ડ મંત્રી નીતિન ગડગરીના વરદ હસ્તે દિલ્હી મુકામે એનાયત કરવામાં આવેલ છે.જેમાં સંસ્થા ના ચેરમેન ઘનશ્યામ પટેલ તેમજ બોર્ડ ઓફ ડાયરેક્ટર, મેનેજિંગ ડાયરેક્ટર, સી.ઈ.ઓ તેમજ અન્ય અધિકારીઓની ઉપસ્થીત રહી એવાર્ડ સ્વીકારેલ છે.
નર્મદા સુગરે ઉત્તરો ઉત્તર પ્રગતિના પંથે લઈ સંસ્થાના સભાસદોના સાથ અને સહકારથી આવી સિદ્ધિ હાંસલ કરવા બદલ ચેરમેન ઘનશ્યામ પટેલે બોર્ડ ઓફ ડાયરેક્ટરનો તથા સભાસદનો અને અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો છે.




