(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે યોજાયેલી આંતરકૉલેજ બોક્સિંગ સ્પર્ધામાં સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ ગરુડેશ્વર-એકતાનગરની વિદ્યાર્થીની પરમાર સીમાકુમારી રોહિતભાઈએ ઉત્કૃષ્ટ રમતગમત કૌશલ્યનું પ્રદર્શન કરી સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો છે.
સીમાકુમારીની આ સિદ્ધિથી કૉલેજ પરિવાર તથા નર્મદા જિલ્લાનું નામ યુનિવર્સિટી કક્ષાએ ગૌરવવંતિત થયું છે. તેમની સફળતા પાછળ તેમના કોચ તથા વાલી શ્રી પરમાર રોહિતકુમારનું માર્ગદર્શન તેમજ કૉલેજના આચાર્ય ડૉ.પદ્માબેન આર.તડવી સહિત સમગ્ર કૉલેજ પરિવારનો સહયોગ રહ્યો છે.સીમાકુમારીની આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની છે.




