ગરૂડેશ્વર સરકારી એસડીએચ હોસ્પિટલમાં આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાની આકસ્મિક મુલાકાત પછી તંત્ર દોડતું થયું

SHARE:

– 24 કલાકમાં આવ્યું તંત્ર એક્શનમાં : હોસ્પિટલમાં ડાયાલિસિસની સુવિધા ન હોવાથી મંત્રી રોષે ભરાયા હતા

– દર્દીઓની સુવિધાઓ વધારવા PIU (Health) વિભાગની સ્થળ મુલાકાત લીધી

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

ગરૂડેશ્વર સરકારી એસડીએચહોસ્પિટલમાં ગત રાત્રે

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આકસ્મિક મુલાકાત લીધી. હતી.આ દરમ્યાન હોસ્પિટલમાં ડાયાલિસિસનીસુવિધા ન હોવાથી તેઓ રોષે ભરાયા હતા.તેમણે તાબડતોડ સંલગ્ન અધિકારીઓને ફોન લગાવીને તેમની ઉઘડો લઈ નાખ્યો લીધા હતો.આરોગ્ય મંત્રીની મુલાકાતથી અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી હતી અને તેમણે હોસ્પિટલના વિવિધ વિભાગોનું નિરીક્ષણ કર્યું. દર્દીઓને આપવામાં આવતી સારવાર, દવાઓની ઉપલબ્ધતા સ્વચ્છતા,ઈમરજન્સી સેવાઓ, લેબોરેટરી વ્યવસ્થા તેમજ હોસ્પિટલના સર્વાંગી કાર્યની સમીક્ષા કરી હતી.બીજે દિવસે તંત્ર એક્શનમાં આવી ગયું હતું.

મુલાકાત દરમ્યાન મંત્રીના ધ્યાને આવ્યું હતું કે ગરૂડેશ્વર હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે.આ કારણે હાલની માળખાકીય સુવિધાઓ તથા વ્યવસ્થાઓ પર ભાર વધી રહ્યો છે.તેમજ સંખ્યા વધુ હોવાનું જણાયું હતું.વધુમાં, વિસ્તારમાં જરૂરી હોવા છતાં હોસ્પિટલમાં ડાયાલિસિસ  જેવી મહત્વપૂર્ણ સેવા ઉપલબ્ધ નથી.આ ગંભીરતાથી લઈ આરોગ્ય મંત્રીએ સ્થળ પરથી જ પીઆઇયુ વિભાગના ઉચ્ચ અધિકારી સાથે ટેલિફોનિક ચર્ચાકરી હતી હોસ્પિટલમાં વધારાની માળખાકીય સુવિધાઓ,દર્દીઓ માટે જરૂરી વ્યવસ્થાઓ તથા ડાયાલિસિસ સેવા શરૂ કરવા  તાત્કાલિક કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચના આપી હતી.દર્દીઓના પરિવારજનો રોકાઈ શકે તે માટે નવા ભવનના નિર્માણની પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.જેના પગલે ખાસ કરીને હોસ્પિટલમાં ઉપરના માળના વિસ્તરણ, ડાયાલિસિસ સેન્ટરની સ્થાપના, દર્દીઓના સ્વજનો માટે નવા ભવનની સુવિધા સહિત દર્દીહિતના અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે તેમણે PIU (Health) વિભાગને તાત્કાલિક આયોજન હાથ ધરવા નિર્દેશ આપ્યો હતો.

મંત્રીની સૂચનાના માત્ર 24 કલાકની અંદર જ PIU (Health) વિભાગના અધિકારીઓ દ્વારા ગરુડેશ્વર SDH હોસ્પિટલની સ્થળ મુલાકાત લઈ જરૂરી પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવી છે. સ્થળ નિરીક્ષણ દરમ્યાન હોસ્પિટલના ઉપલબ્ધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિસ્તરણ માટે ઉપલબ્ધ જગ્યા, નવા ડાયાલિસિસ યુનિટની સ્થાપના, દર્દીઓ અને તેમના સ્વજનો માટે વધારાની સુવિધાઓ ઊભી કરવાની જરૂરિયાતો તેમજ ભવિષ્યમાં વધતા દર્દી ભારને પહોંચી વળવા માટે જરૂરી આયોજન અંગે વિસ્તૃત ચર્ચા અને ટેકનિકલ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.અધિકારીઓ દ્વારા તૈયાર કરાયેલ વિગતવાર પ્રોજેક્ટ આગામી બે દિવસમાં આરોગ્ય મંત્રી સમક્ષ રજૂ કરવામાં આવશે.

ગરુડેશ્વર SDH હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડૉ.શૈલેશ ભીલે જણાવ્યું હતું કે આરોગ્ય મંત્રીની આકસ્મિક મુલાકાત દરમ્યાન હોસ્પિટલના વિવિધ વિભાગો, દર્દીઓને આપવામાં આવતી સારવાર, દવાઓની ઉપલબ્ધતા,ઈમરજન્સી સેવાઓ, લેબોરેટરી વ્યવસ્થા, સ્વચ્છતા અને દર્દીઓને આપવામાં આવતી સુવિધાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. મંત્રી દ્વારા આપવામાં આવેલી સૂચનાઓના અનુસંધાને હોસ્પિટલમાં દર્દીઓને વધુ ગુણવત્તાસભર અને સુવિધાયુક્ત આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે જરૂરી તમામ સંકલન કરવામાં આવી રહ્યું છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!