ગરુડેશ્વર વિયર ડેમ-કમ-કોઝવે ઓવરફ્લો થયો

SHARE:

– મધ્યપ્રદેશના ઉપરવાસમાં સારા વરસાદથી નર્મદા ડેમમાં પાણીની આવક વધી

– હાલ સરદાર સરોવર ડેમની જળસપાટી 138.48 મીટરે પહોચી છે

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

એક તરફ સરદાર સરોવર ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ વધુ પાણી છોડાતા ગરુડેશ્વર વિયર ડેમ-કમ-કોઝવે ઓવરફ્લો થયો છે.

મધ્યપ્રદેશના ઉપરવાસમાં સારા વરસાદથી નર્મદા ડેમમાં પાણીની આવક વધી છે.હાલ સરદાર સરોવર ડેમની જળસપાટી 138.48 મીટરે પહોચી છે.નર્મદા ડેમમાં 5639 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો હાલ સંગ્રહાયો છે. મધ્યપ્રદેશના ઉપરવાસમાંથી હાલ 50 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.વીજ ઉત્પાદન માટેના પાવરહાઉસ મારફતે નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.વધુ પાણી છોડાતા ગરુડેશ્વર હાલ વિયર ડેમ-કમ-કોઝવે ઓવરફ્લો થવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક વિયર ડેમ ઓવરફ્લો થતા આહલાદક દૃશ્યો સર્જાયા છે.14 મીટર ઊંચો અને 1500 મીટર લાંબો વિયર ડેમ છલકાયો છે.આકરી ગરમી વચ્ચે પાણીનો મનમોહક નજારો જોવા પ્રવાસીઓ ઉમટ્યા છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!