11 દિવસના ગણેશ મહોત્સવ બાદ અનંત ચતુર્દશીના પાવન પર્વે ભરૂચમાં શ્રીજીની પ્રતિમાઓનું કુત્રિમ કુંડમાં વિસર્જન

SHARE:

ભરૂચ,

ભરૂચ શહેરમાં 11 દિવસના ગણેશ મહોત્સવ બાદ અનંત ચતુર્દશીના પાવન પર્વે શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન માટે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. નર્મદા નદીમાં પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓના વિસર્જનથી થતા જળપ્રદૂષણને અટકાવવા ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરમાં ત્રણ સ્થળોએ કૃત્રિમ જળકુંડ તૈયાર કરવામાં આવ્યા છે.

શક્તિનાથ નજીક જે.બી. મોદી પાર્ક, મકતમપુર તથા ઝાડેશ્વર ગાયત્રી મંદિર પાસે બનાવાયેલા કૃત્રિમ જળકુંડમાં ગણેશ પ્રતિમાઓના વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

ઝાડેશ્વર ગાયત્રી મંદિર ખાતેના કૃત્રિમ જળકુંડમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા, ઉપપ્રમુખ રચિતા મોદી, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય ધર્મેશ મિસ્ત્રી, પાલિકા કારોબારી ચેરમેન પ્રગ્નેશ પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગંગા, નર્મદા,તાપી, મહીસાગર અને સરસ્વતી નદીના પવિત્ર જળ લાવી ત્રણેય કૃત્રિમ જળકુંડના વધામણા કરવામાં આવ્યા હતા.ત્યાર બાદ ભક્તો દ્વારા લાવવામાં આવેલી ગણેશ પ્રતિમાઓનું વિધિવત રીતે કૃત્રિમ જળકુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.

નર્મદા નદીનું જળપ્રદૂષણ અટકાવવાના હેતુથી શરૂ કરાયેલી આ વ્યવસ્થામાં ભક્તોએ કૃત્રિમ જળકુંડમાં જ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવા ધારાસભ્ય અને પાલિકા પ્રમુખ દ્વારા અપીલ કરવામાં આવી હતી. ગણેશ વિસર્જન દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!