– નિશ્વાર્થ ભાવે લાખો લોકોને નર્મદા પરિક્રમા કરાવનાર સાવરીયા મહારાજ એક સાદી પોતડી પહેરીને ઉઘાડ પગે આખી જિંદગી ફરીને લોકસેવામાં ગુજારી
(જ્યોતિ જગતાપ, રાજપીપલા)
સૌથી વધુ વાર પગપાળા નર્મદા પરિક્રમા કરનાર નર્મદા પુત્ર સાવરિયા મહારાજનું લાંબી માંદગી બાદ નિધન થતા સાધુ સંતો ભક્તોમાં ઘેરા. શોકનું મોજું ફરી વળ્યું છે.નિશ્વાર્થ ભાવે લાખો લોકોને નર્મદા પરિક્રમા કરાવનાર સાવરીયા મહારાજ એક સાદી પોતડી પહેરીને ઉઘાડ પગે આખી જિંદગી ફરીને લોકસેવામાં ગુજારી હતી.છેલ્લા બે વર્ષથી તેઓ માંદગીથી પીડાતા હતાં..આજે શુલ્પાણે શ્વર ખાતે એમણે અંતિમ શ્વાસ લીધા હતાં.
સૌથી વધુ નર્મદા સ્નાન કરવાનો વિક્રમ નર્મદા પુત્ર સાંવરિયા મહારાજ ના નામે રહ્યો છે.નર્મદા પુત્ર સાંવરિયા મહારાજ નર્મદા પરિક્રમા દરમ્યાન દરરોજના 29 વાર નર્મદા સ્નાન કરવાનો વિક્રમ ધરાવતા હતાં.30વર્ષથી સૌથી વધુ 1000થીવધુ વખત પરિક્રમા કરનાર સાંવરિયા મહારાજે ચંપલ વગર ખુલ્લા પગે પરિક્રમા કરી અને લાખો લોકોને પરિક્રમાં કરાવી હતી.માત્ર કેસરી પોતડી પહેરીને ધોમધખતા 44ડિગ્રી ઉઘાડા શરીરે તાપમાં પરિક્રમા કરે તો પણ તેમને લૂ લગતી નહોતી.
નર્મદા પુત્ર સાંવરિયા મહારાજના જણાવતા હતાં કે નર્મદા સ્નાન કરવા પાછળની ભાવના વિશ્વ કલ્યાણની ભાવના અને સરદાર સરોવરના વિઘ્નોદૂર કરવાની પણ હતી.31 દિવસની પરિક્રમા દરમ્યાન 900 થી હજાર વખત નર્મદા સ્નાન કરતાં, તેમની સાથે બીજા હજારો લોકોને પણ નર્મદા સ્નાન કરાવતા હતાં. એક માત્ર નર્મદા નદી એવી છે કે જેના દર્શનમાત્રથી પવિત્ર થવાય છે જયારે નર્મદા સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થતી હોઈ લોકો અચુક નર્મદા સ્નાન કરે છે.આ પરિક્રમા ત્રણ વાર કરવાથી 3850 કિમી પગપાળા પરિક્રમા કરવાનું ફળ મળે છે અને 71 પેઢી ને મોક્ષ મળે છે.અત્યાર સુધીમાં સૌથી વધુ એક હજારથી વધુ વાર પગપાળા, મોટરમાર્ગે, અને નાવડી માર્ગે પરિક્રમા કરનાર નર્મદા પુત્ર તરીકે ઓળખાતા સાવરીયા મહારાજે તેમની સાથે અસંખ્ય લોકોને નર્મદા પરિક્રમા કરાવી હતી.અત્યાર સુધીમાં 4 લાખ થી વધુ લોકોને નર્મદા પરિક્રમા કરી કરાવી જે પણ એક નવો વિક્રમ છે.




