સેવા સંકલ્પ અભિયાન-2026 અંતર્ગત ભરૂચની પ્રાર્થના વિદ્યાલયના પટાંગણમાં વૃક્ષારોપણ કરાયું

SHARE:

ભરૂચ,

સેવા સંકલ્પ અભિયાન-2026 અંતર્ગત વન વિભાગ કચેરી ભરૂચ અને પ્રાર્થના વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે વિદ્યાલયનાં પટાંગણમાં “77 માં વન મહોત્સવ” નો શુભારંભ કરવામાં આવ્યો હતો.જેમાં ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખશ પરેશ લાડ,ભરૂચ જિલ્લા પંચાયત બાંધકામ શાખાના પૂર્વ ચેરમેનશ ધર્મેશ મિસ્ત્રી તથા નારાયણ વિદ્યાવિહાર સ્કૂલના આચાર્ય ડૉ.મહેશભાઈ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત મહાનુભાવોનું RFO ઓફિસર દિવ્યા ચૌધરી તથા શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.જિજ્ઞેશ પટેલ,શાળાનાં ટ્રસ્ટી ડૉ.માર્ગી પટેલ દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.આ નિમિત્તે શાળાના ધો.6 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પર્યાવરણ સંરક્ષણ સંદર્ભે “ચિત્રકામ સ્પર્ધા” નું આયોજન થયું હતું.યોજાયેલ “ચિત્ર સ્પર્ધા”માં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં વિજેતા જાહેર થયેલ ત્રણ ક્રમાંકિત વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વૃક્ષારોપણ કાર્યક્રમનુ આયોજન પણ થયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા બદલ RFO ઓફિસર દિવ્યા ચૌધરી દ્વારા “પ્રાર્થના વિદ્યાલય” નો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!