જંગલ જમીન મુદ્દે જંગ પુનઃ વન અધિકાર સંગ્રામનો પ્રારંભ : ખોપી ગામે જાહેરસભાનું આયોજન કરાતા ભાજપાના આગેવાનોની ગેરહાજરી સૂચક બની

SHARE:

– જાહેરસભામાં વિધાનસભાના વિપક્ષ નેતા તુષાર ચૌધરી, ધારાસભ્ય અનંત પટેલ, કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, બીટીપીના મહેશ વસાવા સહિતના આગેવાનો હાજર રહ્યા

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

નર્મદાનાં સાગબારાનાં ખોપી ગામે જંગલ જમીન મુદ્દે જંગ પુનઃ વન અધિકાર સંગ્રામનો પ્રારંભ ગાંધી જયંતીએ થયો હતો.ખોપી ગામે જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતુ.જાહેરસભામાં વિધાનસભાના વિપક્ષ નેતા તુષાર ચૌધરી, ધારાસભ્ય અનંત પટેલ, કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, બીટીપી ના મહેશ વસાવા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.સભામાં આપના નેતાઓ પણ હાજર રહ્યાં ચૈતર વસાવાની ગેરહાજરીમાં તેમનાં બન્ને પત્નીઓ વર્ષાબેન વસાવા, શકુંતલાબેન વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ અંજનાબેન વસાવા હાજર રહ્યાં હતાં.નર્મદા કોંગ્રેસનાં આગેવાનોમાં સંદીપ માંગરોલા,પૂર્વ ધારાસભ્ય પી ડી વસાવા,ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આદિવાસી સમિતિના ઉપપ્રમુખ ચંદ્રકાંત ભાઈ તડવી, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના મહામંત્રી અંગીરાબેન તડવી, જિલ્લા પ્રમુખ રણજીતભાઈ તડવીની ઉપસ્થિતિ જોવા મળી હતી.જોકે સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ સહીત ભાજપાનાં આગેવાનોની ગેરહાજરી સૂચક બની હતી.સભામાં મોટી સંખ્યામાં આગેવાનો અને આદિવાસી ખેડૂતો જાહેર સભામાં જોડાયા હતા.

મંચ પરથી વિવિધ વક્તાઓએ સરકારની નીતિ રીતિ સામે વિરોધ અને રોષ વ્યક્ત કર્યો હતો.વક્તાઓએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર ઉદ્યોગપતિઓને 1 રૂપિયામાં હજારો એકર જમીનો આપી રહી છે.સાગબારાના ખોપી ખાતે ખેડૂતો ને જમીનો આપવામાં વલખાં મરાવે છે.રાજ્યના વન મંત્રી જાતે આવી ખેડૂતોને પારણા કરાવી સનદો આપવાની વાત કરી પણ જે લોલીપોપ હતો.ખેડૂતોને ભાજપ સરકાર છેતરી ગઈ અને રોજ વન કર્મીઓને મોકલે ખેડૂતોને હેરાન કરે છે.

25 વર્ષોથી જે જમીનો પર ખેડૂતો ખેતી કરે છે. ત્યાં વન વિભાગ પ્લાન્ટેશન કરી જમીન હડપવા માંગે છે.એવો ખેડૂતોનો આક્ષેપ હતો.સરકાર ખેડૂતોને જમીનો આપવા માંગતી નથી.આવનારા દિવસોમાં ખેડૂતો ગાંધીનગર ખાતે બળદ ગાડું લઈ સરકાર સામે આંદોલન કરશે.સત્યાગ્રહ આંદોલનમાં એક પણ ભાજપના નેતા હાજર ના રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!