ગ્રામ્ય વિસ્તારો બાદ હવે શહેરી વિસ્તારમાં દીપડાની લટાર : ભરૂચના ભાગકોટ ઓવારા ખાતે ઝુલેલાલ મંદિર નજીક દેખાતા ભય

SHARE:

ભરૂચ,

ભરૂચ શહેરમાં હવે દીપડાની હાજરીની ચર્ચાએ લોકોમાં ભયનો માહોલ ઊભો કર્યો છે.જૂના ભરૂચ વિસ્તારમાં નર્મદા નદીના કિનારે આવેલા ભાગકોટ ઓવારા ખાતે ઝુલેલાલ મંદિર નજીક રાત્રિના સમયે દીપડો દેખાયો હોવાની માહિતી સામે આવતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી હતી.શહેરના રહેણાંક વિસ્તાર નજીક દીપડો દેખાયો હોવાની વાતથી સ્થાનિકોમાં રાત્રિના સમયે અવરજવર કરતી વખતે ફ્ફ્ડાટ જોવા મળી રહ્યો છે.

ભરૂચ તાલુકાની પૂર્વપટ્ટીમાં આવેલા શુકલતીર્થ, નિકોરા, તવરા સહિતના ગામોમાં અગાઉ પણ દીપડા દેખાવાની અનેક ઘટનાઓ બની ચૂકી છે.આ વિસ્તારોમાં દીપડાની હાજરી સામે આવ્યા બાદ વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવી દીપડાને પકડવાની કામગીરી પણ કરવામાં આવી હતી.નર્મદા કિનારાના વિસ્તારોમાં જંગલ અને ખેતરોની નજીકના વિસ્તારોને કારણે દીપડાની અવરજવર સમયાંતરે જોવા મળતી હોવાનું સ્થાનિકોનું કહેવું છે.આ ઘટના બાદ હવે ભરૂચ શહેરના નર્મદા કિનારે દીપડો દેખાયો હોવાની માહિતીથી લોકોની ચિંતા વધુ વધી છે.ખાસ કરીને રાત્રિના સમયે નદી કિનારા, ઓવારા તથા શહેરના જૂના વિસ્તારોમાં અવરજવર કરતા લોકોમાં ભય ફેલાયો છે.સ્થાનિકો દ્વારા વન વિભાગને દીપડાની હિલચાલ અંગે તાત્કાલિક તપાસ કરી પેટ્રોલિંગ વધારવા તેમજ જરૂર જણાય તો પાંજરું ગોઠવી દીપડાને પકડવાની કામગીરી હાથ ધરવા માંગ કરવામાં આવી છે.

શહેરના રહેણાંક વિસ્તારની નજીક દીપડાની હાજરીની ચર્ચાને પગલે લોકોમાં પોતાના પરિવાર અને પશુધનની સુરક્ષાને લઈને ચિંતા ઊભી થઈ છે.ત્યારે વન વિભાગ દ્વારા આ અંગે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!