નર્મદા મૈયા બ્રિજ નજીક બે કાર અને બે મોપેડ વચ્ચે અકસ્માત

SHARE:

ભરૂચ,

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ નજીક બે કાર અને બે મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.અકસ્માતના પગલે બ્રિજ પર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પાસે બે કાર અને બે એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ચાર વાહનો વચ્ચે થયેલા આ અકસ્માતમાં ચાર લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.અકસ્મતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે બ્રિજ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.અકસ્માતને કારણે બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર દ્વારા ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!