આમોદમાં કોંગ્રેસ દ્વારા ગધેડા ઉપર ચૂંટણી કમિશનરનો વરઘોડો કાઢી રાજીનામાની માંગ

SHARE:

– પોલીસે કોંગ્રેસી કાર્યકરોની ખોટી રીતે અટકાયત કરતા પોલીસને સદબુદ્ધિ આવે તે માટે પોલીસ મથકે રામધૂન બોલાવી

ભરૂચ,

આમોદમાં ચૂંટણી પંચની કામગીરી સામે કોંગ્રેસ દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.રાષ્ટ્રીય કોંગ્રેસના દેશવ્યાપી વિરોધના આહ્વાનના ભાગરૂપે આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ અને આમોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આ વિરોધ કાર્યક્રમ યોજાયો હતો.ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને નિષ્પક્ષતા જાળવવાની માંગ સાથે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ ઉઠાવી હતી. આમોદ ચોકડીથી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા રેલી સ્વરૂપે વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું હતું.વિવિધ સૂત્રોચ્ચાર સાથે ચૂંટણી પંચની કામગીરી સામે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો.વિરોધ દરમિયાન કોંગ્રેસ કાર્યકરોએ ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનો ગધેડા પર વરઘોડો કાઢીને અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો.ચૂંટણી પંચની કામગીરી અંગે કોંગ્રેસ દ્વારા પ્રશ્નો ઉઠાવી જવાબદારી નક્કી કરવાની માંગ કરવામાં આવી હતી.સાથે જ ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે કાર્યકરોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે કોંગ્રેસના કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી.જોકે, અટકાયત છતાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને નિષ્પક્ષતાની માંગને લઈને પોતાનો વિરોધ યથાવત્ રાખ્યો હતો.પોલીસે કોંગ્રેસી આગેવાનોની ખોટી રીતે અટકાયત કરતા પોલીસ મથકે કોંગ્રેસી કાર્યકરોએ પોલીસને સદબુદ્ધિ આવે તે માટે રામધૂન બોલાવી હતી.

 

આ વિરોધ પ્રદર્શનમાં જંબુસર-આમોદ વિધાનસભા મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, કિરણસિંહ મકવાણા, આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી,આમોદ શહેર કોંગ્રેસ સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!