ભરૂચ જિલ્લામાં બાકી રહેલા અને નવા પાત્ર મતદારોની નોંધણી માટેની ખાસ ઝુંબેશ

SHARE:

– લોકશાહીના આ અભિયાનમાં જિલ્લાનો એક પણ પાત્ર નાગરિક વંચિત ન રહે : જિલ્લા ચૂંટણી અધિકારી ડો. નવનાથ ગવ્હાણેની અપીલ

ભરૂચ,

ભરૂચ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ.નવનાથ ગવ્હાણેએ ભરૂચ જિલ્લાવાસીઓને અપીલ કરતા જણાવ્યું હતું કે ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં SIR ની કામગીરી પૂર્ણ થયા બાદ, સતત સુધારણા પ્રક્રિયા અંતર્ગત બાકી રહી ગયેલા નાગરિકો અને ૧૮-૧૯ વર્ષના યુવા તેમજ પ્રથમ વખતનાં પાત્ર મતદારો માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.

આ ઝુંબેશ અંતર્ગત ભરૂચ જિલ્લાના તમામ વિધાનસભા મતદાર વિભાગોમાં તા. ૧૧ મી ઓક્ટોબર ૨૦૨૬, ૧૮ મી ઓક્ટોબર ૨૦૨૬, ૨૫ મી ઓક્ટોબર ૨૦૨૬ અને ૦૧ લી નવેમ્બર ૨૦૨૬ ના રોજ વિશેષ દિવસો યોજાશે.આ તારીખોએ બૂથ લેવલ અધિકારીઓ (BLOS) સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધી મતદાન મથક પર ઉપસ્થિત રહી હક્ક-દાવા અને વાંધા અરજીઓ સ્વીકારશે.જેમાં નામ નોંધાવવાથી બાકી રહેલા કે પ્રથમ વખત પાત્ર બનેલા નાગરિકોએ જરૂરી પુરાવા સાથે પોતાના નજીકના મતદાન મથકે રૂબરૂ હાજર રહી અરજી કરવાની રહેશે.આ ખાસ ઝુંબેશ હેઠળ નામ નોંધણી માટે કોઈપણ પ્રકારનું ડિક્લેરેશન ફોર્મ ભરવાનું રહેશે નહીં.

લોકશાહીના આ અભિયાનમાં ભરૂચ જિલ્લાનો એક પણ પાત્ર નાગરિક વંચિત ન રહે, તે માટે ઉપરોક્ત સંદેશ જન-જન સુધી પહોંચાડવા જિલ્લા કલેક્ટરે અપીલ કરી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!